મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લગાવાયો:હમાર જાતિના નેતા પર હુમલાને કારણે હિંસા, પોલીસે હવામાં ફાયરિંગ કરીને ઉપદ્રવીઓને ખદેડ્યા
મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં રવિવારે મોડી સાંજે હમાર જાતિના નેતા રિચાર્ડ હમાર પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે હમાર જનજાતિના લોકોએ ન્યાયની માંગણી સાથે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન, વિસ્તારમાં તણાવ વધી ગયો અને હમાર જાતિના એક જૂથે સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, સુરક્ષા દળોએ તોફાનીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ફાયરિંગ કર્યુ. આ પછી, વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો. ચુરાચાંદપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 (અગાઉ IPC ની કલમ 144) આગામી આદેશો સુધી લાગુ કરી છે અને સુરક્ષા દળોની તહેનાતી પણ વધારી દેવામાં આવી છે. ઝઘડાને કારણે હુમલો મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે જેનહાંગ લામકા ખાતે વીકે મોન્ટેસરી પરિસરની અંદર હમાર ઇનપુઇ સંગઠનના જનરલ સેક્રેટરી રિચાર્ડ હમાર પર લોકોના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિચાર્ડ પોતાની કાર ચલાવી રહ્યા હતા, જે ટુ-વ્હીલર સવાર સાથે અથડાતા રહી ગઈ. આ કારણે રિચાર્ડનો ટુ-વ્હીલર પર સવાર યુવાનો સાથે ઝઘડો થયો. જે પાછળથી એટલી હદે વધી ગયું કે બીજા પક્ષે રિચાર્ડ પર હુમલો કર્યો. હમાર સંગઠને કહ્યું- સભ્યોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે હુમલાની ટીકા કરતા, હમાર ઇનપુઇએ કહ્યું કે ગુનેગારોને તાત્કાલિક પકડવા જોઈએ. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો આમ નહીં કરવામાં આવે તો તેઓ પોતાની રીતે કાર્યવાહી કરશે. સંગઠને જણાવ્યું હતું, "આ ઘટના એક વખતની નથી. ITLF ના સભ્યોને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. અમે આ કાયરતાપૂર્ણ કૃત્યોની નિંદા કરીએ છીએ, જે અમારા નેતૃત્વ અને સભ્યોને ચૂપ કરવા અને ડરાવવાનો પ્રયાસ કરે છે," 9 માર્ચે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં 40 લોકો ઘાયલ થયા હતા 9 માર્ચે, મણિપુરમાં ફ્રી ટ્રાફિક મુવમેન્ટના પહેલા દિવસે, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 40 લોકો ઘાયલ થયા હતા. 8 માર્ચથી રાજ્યના તમામ વિસ્તારોમાં સામાન્ય અવરજવર ફરી શરૂ થઈ હતી, જેનો કુકી સમુદાયના લોકોએ વિરોધ કર્યો છે. પ્રદર્શનના બે ફોટા... વાહનો સળગાવવામાં આવ્યા, વૃક્ષો કાપીને રસ્તાઓ પર મુકવામાં આવ્યા
અગાઉ 8 માર્ચે, એક વિરોધ પ્રદર્શન દરમિયાન, કુકી સમુદાયે પથ્થરો મૂકીને અને ટાયર સળગાવીને રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી જગ્યાએ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. બસો પલટી ગઈ. આ પછી, સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. અમિત શાહે મુક્ત અવરજવરની જાહેરાત કરી હતી
1 માર્ચના રોજ ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની પરિસ્થિતિ અંગે ગૃહ મંત્રાલયમાં સમીક્ષા બેઠક યોજી હતી. ગૃહમંત્રીએ 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર અવરોધ વિના અવરજવર સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે રસ્તાઓ અવરોધનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો પણ આપ્યા. 9 ફેબ્રુઆરીએ સીએમ બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું. આ પછી, 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ તોફાનીઓને લૂંટાયેલા તમામ શસ્ત્રો સોંપવા કહ્યું હતું. અત્યાર સુધીમાં 500થી વધુ શસ્ત્રો સરેન્ડર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
