લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા:માસ્ટરમાઈન્ડ સકંજામાં, જિરિબામમાં હત્યાથી હિંસા ભડકી, મૈતેઈ ઘર છોડીને ભાગી, કર્ફ્યુ લાગું - At This Time

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા:માસ્ટરમાઈન્ડ સકંજામાં, જિરિબામમાં હત્યાથી હિંસા ભડકી, મૈતેઈ ઘર છોડીને ભાગી, કર્ફ્યુ લાગું


મણિપુરના જિરિબામ જિલ્લામાં વૃદ્ધની હત્યાના મામલે વિસ્તારમાં હિંસા ભડકી છે. આ હિંસાને જોતા જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મૈતેઈના લોકો એમના ઘર છોડીને સ્કૂલમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. શંકાસ્પદ કુકી આતંકવાદીઓ પર હત્યાની આશંકા છે. NIAના કહ્યા મુજબ મણિપુર હિંસાના મુખ્ય સુત્રધાર થોંગ્મિન્થાંગ હાઓકિપ ઉર્ફ થાંગ્બોઈ હાઓકિપ ઉર્ફ રોઝર (કેએનએફ-એમસી) 6 જૂનના ઈંફાલ એરપોર્ટથી પકડાયો હતો. ગયા વર્ષે NIAએ એની વિરુદ્ધ 18 જુલાઈએ ભારતીય દંડ સંહિતા અને યુએ(પી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કુકી અને ઝોમી આતંકવાદી સંગઠનોએ, મ્યાનમાર અને ઉત્તર-પૂર્વ ભારતમાં કાર્યરત અન્ય આતંકવાદી સંગઠનો સાથે મળીને, પ્રદેશમાં વર્તમાન અશાંતિનો લાભ લેવા અને ભારત સરકાર સામે યુદ્ધ છેડવાના ઈરાદાથી આ કાવતરું ઘડ્યું હતું. રાજ્યમાં અનેક સ્થળોએ સુરક્ષા દળો પર થયેલા હુમલામાં હાઓકિપે વિશેષ ભૂમિકા ભજવી છે. તે મ્યાનમારના આતંકવાદી સંગઠન કુકી નેશનલ ફ્રન્ટ (કેએનએફ)-બી સાથે સંપર્કમાં રહ્યો છે. બીજી તરફ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો NIAએ ખુલાસો કર્યો છે. મૈતેઇએ પહેલા હુમલો શરૂ કર્યો: કુકી
મોંગ્બંગ ખુલ વિસ્તારના મૈતેઇ લોકો ડરના માર્યા ઘર છોડીને ભાગી ગયા છે. આ તમામે જિરિબામના ચિંગ્ડોં લેઈકાઈમાં આવેલી એલપી સ્કૂલમાં આશ્રય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી અને પછી હિંસા અને આગચંપીના ફેલાવાને રોકવા માટે કર્ફ્યુ લાદ્યો છે. કુકી-જો સમુદાયનું કહેવું છે ,કે મેઈતેઈ સંગઠને જિરિબામની કુકી વસ્તી પર હુમલા શરૂ કર્યા છે. કુકી આતંકવાદીઓ પર વૃદ્ધની હત્યાનો આરોપ
મણિપુર હજુ પણ હેરાન છે. જિરીબામ જિલ્લાના સોરોક અટિંગ્બી ખુનૌના સોઈબામ શરતકુમારની ગુરુવારે કુકી આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જિરિબામ જિલ્લો એક વર્ષથી વધુ સમયથી ચાલતી હિંસાથી વધુ કે ઓછા અસ્પૃશ્ય રહ્યો છે. પરંતુ આ ઘટનાથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આગચંપી અને કોમી સંઘર્ષની આશંકા બાદ વહીવટીતંત્રએ કર્ફ્યુ લાદી દીધો છે. હિંસાથી અસ્પૃશ્ય હતું જિરિબામ
3 મે 2023થી મણિપુરની ઇમ્ફાલ ખીણમાં રહેતા મૈતેઈ અને પર્વતીય વિસ્તારોમાં રહેતા કુકીઓ વચ્ચેના જાતિય સંઘર્ષમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે. મૈતેઈ, મુસ્લિમ, નાગા, કુકી અને બિન-મણિપુરી સહિત વિવિધ જાતિય રચના સાથે જિરિબામ અત્યાર સુધી જ્ઞાતિ સંઘર્ષથી અસ્પૃશ્ય રહ્યા હતા. મણિપુરમાં 67 હજાર લોકો વિસ્થાપિત થયા
જિનેવાના ઈન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર (IDMC)એ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2023માં દક્ષિણ એશિયામાં 69 હજાર લોકો વિસ્થાપિત થયા હતા. તેમાંથી 97 ટકા એટલે કે 67 હજાર લોકો મણિપુર હિંસાને કારણે વિસ્થાપિત થયા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2018 પછી પહેલીવાર ભારતમાં હિંસાને કારણે આટલી મોટી સંખ્યામાં વિસ્થાપન જોવા મળ્યું છે. માર્ચ 2023માં મણિપુર હાઇકોર્ટે કેન્દ્ર સરકારને અનુસૂચિત જાતિ (ST)માં મૈતેઇ સમુદાયનો સમાવેશ કરવા માટે ભલામણો મોકલવા કહ્યું હતું. ત્યાર બાદ કુકી સમુદાયે રાજ્યના પહાડી જિલ્લાઓમાં વિરોધ શરૂ કર્યો હતો. 3 મે 2023ના રોજ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. જે થોડા જ સમયમાં પૂર્વ-પશ્ચિમ ઇમ્ફાલ, બિષ્ણુપુર, તેંગનુપાલ અને કાંગપોકપી સહિતના અન્ય જિલ્લાઓમાં ફેલાઈ ગઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.