સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ: ઇડરમાં 1 ઇંચ, પોશીના અને હિંમતનગરમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો - At This Time

સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ: ઇડરમાં 1 ઇંચ, પોશીના અને હિંમતનગરમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો


(રિપોર્ટર :ઝાકીર હુસેન મેમણ)

સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં
વરસાદ: ઇડરમાં 1 ઇંચ, પોશીના અને હિંમતનગરમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી સાંજ દરમિયાન ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઇડરમાં એક ઇંચ નોંધાયો હતો.
અસહ્ય બાદ અને ઉકળાટ બાદ બુધવારે બપોર બાદ સાબરકાંઠા જિલ્લામાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બપોરે ઇડરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ સાંજે પોશીનામાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સાંજે હિંમતનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો હતો. જેને લઈને હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થયા બાદ આકાશ વાદળોથી ઘેરાયા હતા અને વીજળીના ચમકારા શરુ થયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6થી સાંજના

8 દરમિયાન નોંધાયેલ વરસાદ

• ઇડર 31 મીમી

• પોશીના 14 મીમી

• હિંમતનગર 07 મીમી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.