આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આજરોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીએચસીના અધિક્ષક ડૉ દીપલ ચૌધરી , પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર રોશન બલાત, પીએચસી સુપરવાઇઝર કિર્તીભાઈ , એડોલેસન હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર, સીએચઓ યસ પ્રજાપતિ, નિખિલ પરમાર, નીલકંઠ કાજલ, ફિમેલ હેલ્થ વર્કર વિર્મળાબેન, રશ્મિબેન તેમજ cmtc ના રક્ષાબેન ભાવિકાબેન અને આશા વર્કર બહેનો તેમજ કિશોરીઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ તેમજ મહિલાઓને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ વાહલી દીકરી, નમો શ્રી યોજના વિશે માહિતી આપવામાં આવી તેમજ ડો. દીપલ ચૌધરી સાહેબ દ્વારા પીસી પીએનટીડી એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ cmtc ના રક્ષાબેન દ્વારા આરોગ્ય વિશે કાળજી રાખવા વિશે તેમજ ન્યુટ્રિશન વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમના અંતે કિશોરી તેમજ મહિલાઓને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશા બેનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.