બોટાદ જિલ્લાના ગ્રામ્યવિસ્તારનાં ખેડૂતોનાં ચુંવાળ ખેતરોમાં પાણી ભરાયાં.
બોટાદ જિલ્લાના ગ્રામ્યવિસ્તારનાં ખેડૂતોનાં ચુંવાળ ખેતરોમાં પાણી ભરાયાં.
આજ રોજ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના ગામડાંઓમાં કેટલાક દિવસો થી મોટાભાગનાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેતરોમાં પાણી ભરાયાં હોવાથી કપાસ, મગફળી બળી જશે તેવુ લાગે છે, તેથી ધરતી પુત્રો હવે વરસાદ વિરામ લે તેવું જણાવી રહ્યા છે ખેડૂતોએ પોતાની જમીનમાં વાવેલ પાકમાં પાણી ભરાવા થી પૂરેપૂરા પાકનું ઉત્પાદન થવાના બદલે તમામ પાક નિષ્ફળ જવાના આરે છે અને હાલ ખેડૂતોએ પોતાની જમીનમાં વાવેલ પાક બિયારણમાં કપાસ, મગફળી, મકાઈ વગેરે મજૂરીનાં ખર્ચા માથે દેવું કરીને વાવેતર કરેલ હોય અને આવા સંજોગોમાં કુદરતી ભારે વરસાદ વરસવાના કારણે ખેડૂતો ની આર્થિક પરસ્થિતિ પાયમાલ થઈ રહી છે તેવું ખેડૂતોના ચહેરા ઉપર દેખાય રહ્યુ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.