કોર્પોરેશને સાંઢિયા પૂલ માટે પૈસા માગ્યા, રેલવેએ આઈડિયા આપ્યો પૈસા ન આપ્યા!
રેલવે લાઈનથી 8.70 મીટર ઊંચો બ્રિજ બનાવવો પડે તેથી મનપાએ 6 કરોડ ખર્ચ માગ્યો, રેલવેએ 6.25 મીટર કરીને 8 કરોડ ખર્ચ ઘટાડી કહ્યું, હવે શેના પૈસા!
રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વચ્ચે સાંઢિયા પૂલને લઈને ઘણા સમયથી વાતચીતનો દોર ચાલે છે. મનપાએ પહેલા 50 ટકા ખર્ચ માંગ્યો તો રેલવેએ સીધો ઈનકાર કર્યો. તો મનપાએ કહ્યું કે રેલવે લાઈન ઉપરથી જ જેટલો બ્રિજ જાય છે તેનો જ ખર્ચ આપો કારણ કે, રેલવેને કારણે બ્રિજની ઊંચાઈ વધારવી પડી છે અને ખર્ચ વધ્યો છે તેથી 6 કરોડ આપો. આ છ કરોડ ન આપવા પડે એટલે રેલવેએ કુલ ખર્ચ આશરે 8 કરોડ ઓછા કરવાનો વિચાર આપી દીધો અને તે મુજબ મનપાએ ડિઝાઈન બનાવી દીધી એટલે રેલવેને પૈસા ન આપવા પડ્યા અને કોર્પોરેશનને ખર્ચનું ભારણ પણ ઘટી ગયું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.