વ્યાજખોરો સામે ફરીવાર પોલીસ મેદાને: હેમુગઢવી હોલમાં શુક્રવારે જનસંપર્ક સભા - At This Time

વ્યાજખોરો સામે ફરીવાર પોલીસ મેદાને: હેમુગઢવી હોલમાં શુક્રવારે જનસંપર્ક સભા


શહેરમાં વ્યાજકંદ વાદની બદી દુર કરવા માટે શહેર પોલીસ ફરીવાર મેદાને આવી છે અને આવતી તા.28ના સાંજના ચાર વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્યાજખોરોનો ભોગ બનનાર તેમજ શહેરીજનોએ ભાગ લેવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજય પોલીસ વડાએ તા.21થી31 સુધી વ્યાજખોરી વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવાની આપેલ સૂચના અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ તા.28-6ના હેમુ ગઢવી હોલમાં સાંજના ચાર વાગ્યે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એડી.પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ તેમજ શહેરના તમામ એસીપી અને તમામ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો હાજર રહેશે જેમાં ભોગ બનનાર અરજદારની અરજીનો હેમુ ગઢવી હોલ ખાતે જ તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા જ સ્વીકાર કરવામાં આવશે.
જનસંપર્ક સભામાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ બદીથી લોકોનો મુક્ત કરવા આયોજન કરવામાં આવેલ છે. શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીને કારણે ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે અને વ્યાજખોરો ઉંચુ વ્યાજ પડાવતા હોય છે. અરજદારો મુદલ રકમ કરતા પણ ઘણી વધુ રકમ ચુકવવા છતા લોકો પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે જેના પરિણામે ઘણા પરિવારો પાયમાલ થઈ ગયા છે.
જેથી એક વ્યક્તિને નહી પરંતુ પુરા પરિવારને બાબત અસર કરતી હોય છે જેથી આવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાજકંદને લગતી કોઈપણ પ્રકારની તકલીફ કે ફરિયાદ હોય તો લોકો નિર્ભયપણે પોતાની રજુઆત કરી શકશે.
તેમજ અગાઉ પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નરની કચેરીએ અરજી કરેલ હોય તેમાં પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરિકો પણ નિર્ભયપણે પોતાની રજુઆત કરી શકશે જે બાબતનો સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે.
જનસંપર્ક સભા તા.28ના સાંજના 4થી5 અરજદારોની અરજીઓ લેવામાં આવશે ત્યારબાદ પાંચ વાગ્યે પોલીસ કમિશ્નર પોતે અરજદારોને રૂબરૂ સાંભળશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.