રાજકોટના બે યુવાનો પાસેથી 25.50 લાખ ખંખેર્યા:17 માંથી મોટાભાગનાં ગોંડલનાં - At This Time

રાજકોટના બે યુવાનો પાસેથી 25.50 લાખ ખંખેર્યા:17 માંથી મોટાભાગનાં ગોંડલનાં


જુનાગઢમાંથી પકડાયેલા નકલી ડીવાયએસપીએ 17 બેરોજગારો પાસેથી લાખો રૂપિયા ખંખેરીને 2.11 કરોડની છેતરપીંડી આચરી હતી તેમાં બે યુવાનો રાજકોટના અને મોટાભાગના લોકો ગોંડલના હોવાનું ખુલ્યુ છે.
રાજકોટનાં ગૌરાંગ અશોકભાઈ પરડવા પાસેથી 18 લાખ તથા ગુંજન અશોકભાઈ પટેલ પાસેથી 7.50 લાખની છેતરપીંડી આચરી હતી. આ સિવાય ગોંડલનાં અફસાના બ્લોચ, સાહીલ હારૂનભાઈ ચાવડા, રાહીલ હારૂનભાઈ પાસેથી 10-10 લાખ, યશ કુંભાર પાસેથી 12 લાખ, જયરાજ નવલભાઈ રાઠોડ પાસેથી 12 લાખ, શુભમ મુકેશભાઈ વડેરા પાસેથી 21 લાખ, ઓમ મેહુલભાઈ વડેરા પાસેથી 13 લાખ, ક્રિષ્ના પિયુષભાઈ સોલંકી પાસેથી 8 લાખ, કાજલ ભાર્ગવભાઈ જનાણી પાસેથી 16.50 લાખ, ઉપરાંત રાજુલાનાં મંગળભાઈ કાછડ પાસેથી 18 લાખ, તલાલાના ગૌરીબેન ભરત વાણીયા પાસેથી રૂા.20 લાખ, વંથલીનાં કાજલ પટેલ પાસેથી 2 લાખ, જુનાગઢનાં પવન યોગેશભાઈ દવે પાસેથી 5 લાખ, ગીર સોમનાથનાં કિશોર કલસરીયા પાસેથી 20 લાખ ખંખેર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.