માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે મકરસંક્રાંતિના રોજ ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ,૧૦૮ લોટા રાંદલ તેડા તેમજ રક્તદાન કેમ્પ યોજાયો
માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા મુકામે મકરસંક્રાંતિના રોજ ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ,૧૦૮ લોટા રાંદલ તેડા તેમજ રક્તદાન કેમ્પ યોજાયો.
******************************
જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના કુકસવાડા ગામે તા.૧૪.૦૧.૨૦૨૫,મંગળવાર,મકરસંક્રાંતિના પાવન પર્વએ હિન્દુ સંસ્કૃતિની ધરોહર એવી ગૌમાતાના સેવાર્થે માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા,ભુવનેશ્વરી ગૌ સેવા સમાજ કુકસવાડા,શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર શીતલા કુંજ જુનાગઢ,શ્રી વાછરાદાદા ધૂન મંડળ કુકસવાડા,ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌસેવા ટ્રસ્ટ કુકસવાડા તથા શ્રી ગાયત્રી પરિવાર ચોરવાડના સહયોગથી માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ,૧૦૮ લોટા રાંદલ માતાજીના તેડા તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા ખાતે દર વર્ષે મકરસંક્રાંતિના પાવન પર્વ એ આ રીતે ગાયત્રી યજ્ઞ થાય છે.આ વર્ષે યજ્ઞની સાથે સાથે ૧૦૮ લોટા રાંદલ માતાજીના તેડા કરવામાં આવ્યાં હતાં.જેમાં ૧૦૦૦ કુમારીકાઓનું પુજન કરી પ્રસાદ આપવામાં આવ્યો હતો.સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૩ જેટલું રક્ત યુનિટ એકત્રીત કરવામાં આવ્યું હતું.જે જરુરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત ગૌ સેવા સત્સંગ મંડળ-કુકસવાડા તરફથી ૨,૨૮,૪૩૧/- રુપિયા માં ગૌ સેવા હોસ્પિટલને દાન પેટે આપવામાં આવ્યા હતા.
ઉપરોક્ત દાનને વૃદ્ધ,બિમાર અને અશક્ત ગાયોની સારવાર માટે વાપરવામાં આવશે.
માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડા દ્વારા વૃદ્ધ,બિમાર અને અશક્ત ગાયોની ગૌ સેવકો દ્વારા તન,મન અને ધનથી સેવા કરવામાં આવે છે.અને દર વર્ષે મકરસંક્રાંતિના પાવન પર્વએ ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે.આ શુભ કાર્યમાં સૌ સાથ અને સહકાર આપી રહ્યા છે.
માં ગૌ સેવા હોસ્પિટલ -કુકસવાડા દ્વારા હિન્દુ સંસ્કૃતિની ધરોહર એવી ગાય માતાની ગૌ સેવકો દ્વારા ખુબ સારી સેવા થઈ રહી છે આ શુભ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌ સેવકોને ભગવાન દ્વારકાધિશ અને ગાય માતાની કૃપા બની રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ તેમજ આજના દિને સેવા યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર તમામ સ્વયંસેવકો,ગ્રામજનો,આજુબાજુના વિસ્તારના લોકો,રક્તદાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.