લાઠી શહેર થી સાત ગ્રામ્ય તરફ ના દરેક રસ્તા ઉપર હજારો વૃક્ષ વાવી તેના ઉત્તમ ઉછેર ની દરકાર કરનાર ગ્રીનમેન ઘનશ્યામભાઈ શંકર - At This Time

લાઠી શહેર થી સાત ગ્રામ્ય તરફ ના દરેક રસ્તા ઉપર હજારો વૃક્ષ વાવી તેના ઉત્તમ ઉછેર ની દરકાર કરનાર ગ્રીનમેન ઘનશ્યામભાઈ શંકર


લાઠી શહેર થી સાત ગ્રામ્ય તરફ ના દરેક રસ્તા ઉપર હજારો વૃક્ષ વાવી તેના ઉત્તમ ઉછેર ની દરકાર કરનાર ગ્રીનમેન ઘનશ્યામભાઈ શંકર

લાઠી પંથકના ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકર લાઠી ગામ ની આસપાસ ના સાત ગામો તરફ જતા રસ્તા ઉપર હરિયાળી ક્રાંતિ ના પ્રણેતા હિરા ઉદ્યોગપતિ લબ્ધપ્રતિષ્ઠિત શ્રી ઘનશ્યામભાઈ શંકરે લાઠી અને લાઠી પંથકના દામનગર રોડ પ્રતાપગઢ રોડ લીલિયા રોડ દુધાળા રોડ.અમરેલી રોડ.કેરિયા રોડ.ચાવંડ રોડ.
આ સાત ગામ ના રસ્તા ઉપર હજારો વૃક્ષ વાવેતર કરી ગ્રીન ઝોન માં ફેરવી નાખ્યો.પર્યાવરણ અને લાખો જીવસૃષ્ટિ ને મોટો ફાયદો મળશે. પશું પંખી ના પેટ ભરાશે અને જીવતદાન મળશે હજારો પશું ઓને છાયડો મળશે વાતાવરણ માં ભરપુર માત્રામાં ઓક્સિજન મળશે અને કાર્બનડાયોક્સાઈડ ને શોષશે માનવી ને સારા વાતાવરણ માં જીવવાની અનુભૂતિ નો અહેસાસ થશે જાણતા અજાણતા અનેક ફાયદા થશે ધર્મની ધજા જ્યારે સતપુરુષો ના હાથ માં હોય ત્યારે સમગ્ર સમાજ ને અજવાળા નું કામ કરે છે સેવાની સુવાસ સમગ્ર સમાજ માં એક ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું છે આવતી પેઢી નુ યાદગાર સંભારણુ બની રહેશે જેની નોંધ સમગ્ર સમાજે લીધી છે ધરતી માં ને શણગારવા અને હરિયાળી બનાવવા લાઠી પંથક માં હજારો વર્ષ સુધી યાદ રહેશે આ એક અદભૂત કાર્ય કર્યુ છે. અને હજુ પણ કરી રહ્યા છે.તેમણે ફક્ત વૃક્ષારોપણ જ નથી કર્યુ પણ તેનું જતન સંવર્ધન કરવાનો પણ સંકલ્પ કર્યો છે ૨૦૦ વર્ષ ની આયુષ્ય ધરાવતા દેશીકુળ ના ઝાડ જેવા કે વડલો પીપળો લીમડો નુ વાવેતર કરી ને જ્યાં સુધી ઉછેર થાય ત્યાં સુધી ની સંભાળ રાખવાની જવાબદારી લીધી છે ગ્રીન મેન ધનશ્યામભાઈ શંકર ઉમદા પ્રયાસ થી ફળ ફળાદી અને બાગાયતી રોપાના વિતરણ થી ભવિષ્ય માં લાઠી પંથકના કેટ કેટલાય ખેડુતોના સંતાનો મીઠા ફળ ખાશે, અને અમિ નો ઓડકાર ખાશે વૃક્ષો કેટલા બધા પક્ષીઓના ઘર બનશે કેટલા બધા લોકોને મીઠો છાંયડો આપશે આ બહુ મોટા પૂણ્યના અધીકારી ઘનશ્યામભાઈ ને સતમાર્ગે થી આવેલી લક્ષ્મી જ આવા સત્કાર્યો કરવા માટે નિમિત્ત બને છે આવા પરોપકારી જીવ ભડવીર ભાયડા ને જન્મ દેનારી જનેતા ને કોટી કોટી વંદન ભાતીગળ લાખેણી લાઠી ના ઈતિહાસ માં ગ્રીન મેન શ્રી ઘનશ્યામભાઈ શંકર નું નામ અને કામ કંડારાઈ ગયુ છે એનો આનંદ અને રાજીપો સમસ્ત લાઠી પંથક આભાર વ્યક્ત કરે છે સામૂહિક સત્કાર્યો સામુહિક ધર્મકાર્યોનું પ્રચંડ પુણ્ય ઘનશ્યામભાઈ ના પરિવારને હમેંશા ખૂબ પ્રગતિ કરાવશે યશ અપાવશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા સમગ્ર પંથક લોકો સમાજ ઉત્થાનના કામો કરતા રહો તેવી શુભેચ્છા વ્યક્ત કરાય રહી છે લાઠી ને હરિયાળી કરવા કાર્યક્ષમ તત્પરતા થી સમગ્ર શહેર ના દરેક દિશા ના રસ્તા ઓ ઉપર નેત્રદિપક લીલાચમ વૃક્ષો જોઈ ખૂબ અંતર આત્મા ને આનંદિત કરતા ઈશ્વરીય કાર્ય બદલ ગ્રીનમૅન ની ઉદારતા ને અભિનંદન

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.