વિસાવદરના ચકચારી બળાત્કાર,અપહરણ, ભગાડી જવાના કિસ્સામાં જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ - At This Time

વિસાવદરના ચકચારી બળાત્કાર,અપહરણ, ભગાડી જવાના કિસ્સામાં જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ


વિસાવદરના ચકચારી બળાત્કાર,અપહરણ, ભગાડી જવાના કિસ્સામાં જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ
વિસાવદરના સગીર ભોગબનનાર સગીરાને તેના કાયદેસર ના વાલીપણામાથી અપહરણ કરી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જનાર આરોપી અરવિંદ સન ઓફ શંભુ ઉર્ફે રમેશભાઈ પારધી રહે.કુંડા રાજ્ય રાજસ્થાન ના આરોપીને વિસાવદર પોલીસ દ્વારા ગુનાના કામમાં ધરપકડ કરી નામદાર સ્પે.પોકસો કોર્ટમાં રજૂ કરતા આરોપીના વકીલ તરીકે વિસાવદરના એડવોકેટ મંજુર એસ.ગાહા તથા નયનભાઈ જોશી રોકાયેલ હતા આ કામના અરજદાર આરોપીના એડવોકેટ તરફથી ભોગ બનનારની ઉંમર અંગેની તકરાર લઈ જ્યારે ફરિયાદીએ તેમની ફરિયાદમાં ભોગ બનનારની ઉંમર માત્ર ૧૫વર્ષેની હોવાનું જણાવેલ પરંતુ તેમની પાસે કોઈ જન્મ તારીખ બતાવતો આધાર પુરાવો કે ભોગબનનારનું આધારકાર્ડ પણ ન હોય ત્યારે ઉંમર વિશે અનુમાન લગાવી શકાય નહીં ઉપરાંત ડૉક્ટરશ્રીએ ભોગબનનાર ની ઓશીફિકેસ ટેસ્ટ કરેલ તેમાં તબીબી અભિપ્રાય મુજબ ઉંમર ૧૭ થી ૨૧ હોવાનું લખેલ હોય આ કામમાં ભોગબનનાર ના વિષેસ નિવેદન ફરિયાદીના નિવેદનો ઉપરથી ક્યાંક ઉ.વ.૧૫ તો અન્ય જગ્યાએ ઉંમર ૧૭ દર્શાવવામાં આવેલ હોય આ ઉપરાંત ડોકટરી પુરાવા ઉપર ધારદાર દલીલો કરતા વિસાવદર ના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા આરોપીને જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.