ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી પ્રિમોનસૂન કામગીરી ની પોલંપોલ - At This Time

ખાટડી વિજ સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી પ્રિમોનસૂન કામગીરી ની પોલંપોલ


*ખાટડી સબ સ્ટેશન થી દુધ‌ઈ પલાસા સુધી જયોતિગ્રામ યોજના હેઠળ પ્રિમોનસૂન કામગીરી ની પોલંપોલ*

*દરરોજ ૩૫ ટ્રીપ સહિત વાવાઝોડા સમયે વિજળી ગુલ થી લોકો ત્રાહિમામ*

મુળી ના પી.જી.વી.સી.એલ ના ખાટડી સબ ડીવીઝન થકી જયોતિગ્રામ યોજના હેઠળ વિજળી સપ્લાય દુધ‌ઈ પલાસા વગેરે ગામોમાં આપી રહ્યા છે ત્યારે ખાટડી થી દુધ‌ઈ રોડ રસ્તા ઉપર આવેલ તમામ પોલ થાંભલા ઓ વૃક્ષ અને વેલાઓ થી અર્થિગ આપી રહ્યા છે ત્યારે દરરોજ ૩૫ જેટલી સતત ટ્રીપ આવી રહી છે હાલ આ પોલ ઉપર પ્રિમોનસૂન કામગીરી કરવામાં આવી નથી ફકત ચોપડા ઉપર જ આ કામગીરી કરવામાં આવી છે પરંતુ સ્થળ ઉપર કામગીરી જોવા મળતી નથી વાવાઝોડા સમયે વિજળી તુરંત ગુલ થાય છે અને કલાકો સુધી વિજ પુરવઠો ચાલુ થતો નથી ત્યારે આ પોલ ઉપર થી વેલ વૃક્ષ નું કટીંગ દર ઉનાળા માં કરવાનું હોય છે પરંતુ આ કામગીરી ન થતા વિજ પુરવઠો મા સતત ટ્રીપ આવતી હોય છે દુધ‌ઈ ના પ્રદિપ કણજરીયા એ જણાવ્યું હતું કે દરરોજ ૩૫ ટ્રીપ આવે છે જયોતિગ્રામ યોજના હાલ ઝબુક વિજળી યોજના બની ચુકી છે અને સબ સ્ટેશન ખાટડી કોઈ જવાબદાર અધિકારી ફોન પણ ઉઠાવતા નથી અને બંધ મોબાઈલ કરી દેવામાં આવે છે ત્યારે દુધ‌ઈ પલાસા ના લોકો હાલ ત્રાહિમામ પોકારી ગયા છે હજું ચોમાસુ તો બાકી છે ત્યારે જો અગાઉ ખરી રીતે પ્રિમોનસૂન કામગીરી જમીનીલેવલે કરવામાં આવે તો જ રાહત થાય તેમ છે છેલ્લા બે વર્ષ થી આવીરીતે જ ચાલે છે રજુઆત ઘણી કરવામાં આવી છે પરંતુ પેટ માં પાણી વિજ અધિકારી ને હલતું નથી

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.