ધાંગધ્રાના ચુલી ગામ પાસે આવેલ રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં બોલેરો ગાડીમાં લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો. - At This Time

ધાંગધ્રાના ચુલી ગામ પાસે આવેલ રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં બોલેરો ગાડીમાં લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો.


તા.13/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લોખંડના સળિયા ભારી નં.20 વજન 1400 કિલો કિ.રૂ.91,000 તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.3,00,000 એમ કુલ મળીને કિ.રૂ.3,91,000 નો મુદ્દામાલ ઝડપાયો.

એલસીબી ટીમ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરેલ તે દરમિયાન ખાનગી બાતમી આધારે કુવરાભાઈ ભરવાડ રહે ચુલી ધાંગધ્રા વાળાના પોતાના કબજા ભોગવટા વાળી રામદેવ હોટલના રાજસ્થાની મારવાડી ચલાવે છે જે હોટલના કમ્પાઉન્ડમાં સતિષભાઈ દેવાભાઈ ભરવાડ રહે ચુલી ધાંગધ્રા વાળા પોતાના કબ્જા ભોગવટાવાળી સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નં. જીજે 05 પીજેડ 1639 વાળીમાં ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળિયા પોતાના કબજામાં રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે તેવી ચોક્કસ હકીકત મળતા એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, હિતેશભાઈ, જયેન્દ્રસિંહ સહીત સમગ્ર ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે બે પંચોના માણસોને સાથે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જગ્યાએ બોલેરો પીકઅપ ગાડીમાં અલગ અલગ લોખંડના સળિયાની ભારીઓ નં.20 વજન આશરે 1400 કિલો કિ.રૂ.91,000 તથા બોલેરો ગાડી કિ.રે.3,00,000 એમ કુલ મળીને કિ.રૂ.3,91,000 નો મુદ્દામાલ જપ્ત કરી સદરહું જગ્યાએ સતિષભાઈ દેવાભાઈ ભરવાડ રહે ચુલી ધાંગધ્રા વાળા હાજર મળી આવેલ ન હોય દરમ્યાન મુદ્દામાલ કબજે કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.