દાઉદી વ્હોરા સમાજમાં આજે વાએઝ મજલીશનો પ્રારંભ - At This Time

દાઉદી વ્હોરા સમાજમાં આજે વાએઝ મજલીશનો પ્રારંભ


દાઉદી વ્હોરા સમાજમાં આજે વાએઝ મજલીશનો પ્રારંભ

વ્હોરા બિરાદરોએ પોતપોતાના ગામોની મસ્જિદમાં કરબલાની ગાથા સાંભળી ભાવવિભોર

દાઉદી વ્હોરા સમાજમાં આજે બુધવારે મિસરી કેલેન્ડર મુજબ ઇસ્લામી પ્રથમ માસ મોહરર્મ માસની બીજી તારીખથી સળંગ નવ દીવસ શહાદતના શહેનશાહ હજરત ઇમામ હુસૈન (અ. સ.) અને તેમનાં સગા સાથીદારોએ હિજરી સન ૬૧ માં સત્યની વેદી પર ભવ્ય કુરબાની આપી તેમની યાદમાં દર વર્ષે નવ દિવસ બલિદાન ગાથા (વાએઝ) કહેવામાં આવે છે વ્હોરા સમાજમાં આ વાએઝ દર વર્ષે એકત્ર થઈ યોજાય છે પણ આજથી વાએઝ અને મજલીશનો પ્રારંભ થતાં દરેક વ્હોરા બિરાદરોએ રસપૂર્વક સાંભળી/નિહાળી કરબલાના શહીદોને ગર્વભેર યાદ કર્યા હતાં સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુંસસાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત ઉ શ) ના સાનિધ્યમાં હાલ વાએઝ, મજલીશ શરૂ થતાં સમાજના બિરાદરોમાં રુહાની આનંદ છવાયો છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.