લખતર તાલુકાના તાવી ગામે પ્રથમ વરસાદ ફેનસિંગ વગરના પીજીવીસીએલના ટીસીના થાંભલા સાથે ગાય શોર્ટ સર્કિટ થતા મોત - At This Time

લખતર તાલુકાના તાવી ગામે પ્રથમ વરસાદ ફેનસિંગ વગરના પીજીવીસીએલના ટીસીના થાંભલા સાથે ગાય શોર્ટ સર્કિટ થતા મોત


લખતર તાલુકાના તાવી ગામે પ્રથમ વરસાદ ફેનસિંગ વગરના પીજીવીસીએલના ટીસીના થાંભલા સાથે ગાય શોર્ટ સર્કિટ થતા મોતલખતર તાલુકાના અનેક ગામડામાં સ્કૂલ નજીક સહિતના ફેનસિંગ વગરના પીજીવીસીએલના ટીસીનો સર્વે કરાવવો અત્યંત જરૂરીછેલ્લા ઘણા સમયથી તાલુકા સંકલન કે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય કે તાલુકા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ હોય કે મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હોય તેમાં મોટાભાગે એક કરતા વધારે પીજીવીસીએલ વિરુધ્ધમાં પ્રશ્ન હોય છે તેમાંય ખાસ કરી નર્મદાની કેનાલ ઉપર પીડબ્લ્યુડીની જગ્યા હોય કે ફોરેસ્ટ વિભાગ કે કોઈપણના ખેતરમાં આડેધડ થાંભલા ઉભા કરી દેવાના પ્રશ્નો રજૂ થતા હોય છે ત્યારે લખતર તાલુકાના તાવી ગામમાં આવેલ પીજીવીસીએલના ફેનસિંગ વગરના ટીસીના થાંભલા પાસે હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જેમાં 33 કરોડ દેવ વાસ કરે છે તેવી એક નહિ પણ બબે ગાય શોર્ટ થતા ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લખતર તાલુકા મથક સહિત 42 ગામમાં સ્કૂલથી નજીક સહિત કેટલા ટીસી આવેલ છે તેમાં કેટલા ટીસી ફેનસિંગ વગરના છે સહિતનો સર્વે કરી તાત્કાલિક કોઈનું નાનું બાળક અકસ્માતનો ભોગ બને તેપહેલા ટીસી ફરતે ફેનસિંગ કરાવવી પશુ અને નાના બાળકોના હિતમાં અત્યંત જરૂરી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.