માળીયા હાટીનાનાં જલારામ મંદિરે કેસર કેરીનો આંબા મનોરથ યોજાયો - At This Time

માળીયા હાટીનાનાં જલારામ મંદિરે કેસર કેરીનો આંબા મનોરથ યોજાયો


માળીયા હાટીનામાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે ભક્તો જોડાયા હતા. ભીમ અગિયારસ પર્વે કેરીઓ મંદિર-હવેલીમાં ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. જેને લઈ માળીયા હાટીનામાં જલારામ મંદિરે પણ ભીમ અગિયારસની આંબા મનોરથનું આયોજન કરાયેલ હતુ. જેમાં મંદિરે સવારે પૂ.જલારામ બાપાના ચરણોમાં વિશ્વમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં ગોઠવી શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી સાત વાગ્યા સુધી આંબા મનોરથના શણગારના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ અદભુત શણગારના દર્શન કરી જલારામ બાપાના ભકતો ધન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા. મનોરથમાં ધરાયેલ કેરી આરતી બાદ પ્રસાદીરૂપે જલા ભક્તોને આપવામાં આવી હતી તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.