સુરેન્દ્રનગર દાળમીલ રોડ વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂપિયા 1,15,800ના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી - At This Time

સુરેન્દ્રનગર દાળમીલ રોડ વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂપિયા 1,15,800ના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી


ધોળાં દિવસ તસ્કરોએ તરખાટ મચાવ્યો, રોકડા રૂપિયા મોબાઇલ સહિત 1,15,800 મુદ્દામાલની ચોરી કરી ફરાર

સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ વિસ્તારમાં આવેલ ત્રીદેવ પાર્કમાં બંદ રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂ.1,15,800ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં આ મામલે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગેની ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ વિસ્તારમાં રહેતા અને એલઆઇસી એજન્ટ તરીકે ફરજ બજાવતા કાનજીભાઇ વિશાલભાઇ મારૂણીયા પરિવાર સાથે સવારે અંદાજે 10.30 વાગ્યાના સમયગાળામાં લીંબડી ખાતે પ્રસંગમાં ગયા હતા અને બપોરે અંદાજે 3.15 વાગ્યાના સમયગાળામાં લીંબડીથી પ્રસંગમાં પરત ફરતા ઘરના દરવાજાનું ઇન્ટરલોક તુટેલુ જોવા મળ્યું હતું ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા ઘરમાં રહેલા લાકડના કબાટનો તમામ સામાન અસ્તવ્યસ્ત જોવા મળતા ચોરી થયાં અંગેની જાણ થતાં મકાન માલિક કાનજીભાઇ દ્વારા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા એ ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા ઘરમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા 1,15,800ના મુદ્દામાલની ચોરી અંગેની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે માત્ર પાંચ કલાક મકાન બંધ રહ્યુંને તસ્કરોએ હાથફેરો કરી ગયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.