બોટાદના સમઢીયાળા -૧ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - At This Time

બોટાદના સમઢીયાળા -૧ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


(બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા)
બોટાદના સમઢીયાળા 1 ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા.સમઢીયાળા ગામેથી મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.સમઢીયાળા ગામના વિજયભાઈ ગો૨ધનભાઈ શેખલીયાના મકાનમાંથી પકડાયો મોટો દારૂનો જથ્થો.વિજય ગોરધન શેખલીયા મહારાષ્ટ્ર થી ટ્રક દ્વારા વિદેશી દારૂ લાવ્યો હતો. પોલીસે સમઢીયાળા ગામેથી 19,156 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો.સ્ટેટ મોનીટરીંગ સેલે કુલ રૂપિયા 34,20,600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.