સી.આર.સી વાજસુરપરામાં કલસ્ટર કક્ષાએ નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ
સી.આર.સી વાજસુરપરામાં કલસ્ટર કક્ષાએ નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલસ્ટરની 11 શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઉન્ડેશનલ સ્ટેજ-વાર્તા કથન, પ્રિપેરેટરી સ્ટેજ-વાર્તા કથન, મિડલ સ્ટેજ-વાર્તા લેખન/નિર્માણ એમ 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાદીઠ પ્રથમ 3 ક્રમાંકને સી.આર.સી.કો.ઓર્ડીનેટર દેવિકા કે.મકાણી દ્વારા પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વાજસુરપરા કુમાર તા.શાળા ના આચાર્ય દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.