450 વીઘામાં પ્રદર્શન, સત્સંગ સભા, યજ્ઞશાળા, ભોજનશાળાનું નિર્માણ
મુખ્યમંત્રી અને રાજ્યપાલ હાજરી આપશે.
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત અમૃત મહોત્સવનો આજથી પ્રારંભ થશે. ઉદ્દઘાટન સમયે સવારે 6.30થી 8.30 સુધી મંગળા આરતી, 200 સંત -મહંત, ભક્તો દ્વારા પૂજન, મહાભિષેક, આરતી, સંકીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. બપોરે બે કલાકે ઢેબર રોડ પર ગુરુકુળથી દિવ્ય- ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સાંજે 4 કલાકે શોભાયાત્રા સભામંડપમાં પહોંચશે. સાંજે 4 કલાકે વડતાલના ગાદીપીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંતો- મહંતો હાજર રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.