અઢારેય આલમનું આસ્થાનું કેન્દ્ર એટલે બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિર
બોટાદ જિલ્લો ધાર્મિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. કવિવર બોટાદ ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મ ભૂમિ એટલે બોટાદ નગર. અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ એ આ પાવન ધરા પર ૨૭ વખત પધારી ભૂમિ ને પ્રસાદી ભૂત કરેલ છે. અહીં બોટાદ ખાતે ગુજરાતનું ગૌરવરૂપ સુંદર હરિયાળું તીર્થધામ મુક્તિધામ (સ્મશાન ભૂમિ) ના પ્રણેતા સી.એલ.ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામેલ છે. કલિયુગના જે બે જાગતા દેવ છે. તેમાંની એક એટલે માં મેલડી.
મેલી મેલી સૌ કહે મેલી નહીં તલભાર , મહામાયામાં મેલડી એ તો આદ્યશક્તિ નો અવતાર
મુક્તિધામ પરિસરમા સુંદર મેલડી માતાજીનું મંદિર આવેલ છે. જેમાં સફેદ આરસ પહાણની દિવ્ય મૂર્તિમા માં મેલડી માતાજી બિરાજમાન છે. આ મંદિર પંથકના અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે.અહીં દરરોજ મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા તથા સૌરાષ્ટ્ર ભર ના ભાવિકો મેલડી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં માઇ ભક્તો મન્નત અને બાધા માટે દર્શને આવે છે માતાજીની સાચા હૃદયે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના /માનતા કરતા માં સૌ ના કામ કરે છે.અહીં દર વર્ષે મૂર્તિ પ્રતિષ્ઠા દીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે.માતાજી ના અનેક પરચા ને લઈ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. અહીં મુક્તિધામ પરિસરમાં હરિયાળો બગીચો, રાશિવન, શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન, દેવી દેવતાઓની પ્રતિમાઓ, બેસવા માટે બાંકડા, ઝુલા તથા તાવા પ્રસાદ અને જમણવાર માટે આધુનિક પ્રસાદ ઘરની પણ સુવિધાઓ છે. અહીં છેલ્લા ૧૮ વર્ષ થી શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવાર શ્વાન ના લાડુ બનાવી ને સીમ- વગડા ના કુતરાઓ ને નાખવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.