'ટી.બી. હારેગા, દેશ જીતેગા' નેત્રંગના ચાસવડ પી.એચ.સી ખાતે 'વિશ્વ ક્ષય દિવસ'ની ઉજવણી કરાઈ* - At This Time

‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ નેત્રંગના ચાસવડ પી.એચ.સી ખાતે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરાઈ*


'ટી.બી. હારેગા, દેશ જીતેગા' નેત્રંગના ચાસવડ પી.એચ.સી ખાતે 'વિશ્વ ક્ષય દિવસ'ની ઉજવણી કરાઈ*

વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ 'વિશ્વ ક્ષય દિવસ' ઉજવવામાં આવે છે. દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં 'પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા 'ટી.બી. હારેગા, દેશ જીતેગા' Yes We Can End TB” ,ના ધ્યેય સાથે નેત્રંગના ચાસવડ પી.એચ.સી ખાતે પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન. સિંગ સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવી સામાજિક દાઈત્વ નિભાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.