યેદિયુરપ્પાની ધરપકડ પર આજે ચુકાદો:કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન પર થશે સુનાવણી, પૂર્વ CM સામે યૌન શોષણ મામલે બિનજામીનપાત્ર વોરંટ - At This Time

યેદિયુરપ્પાની ધરપકડ પર આજે ચુકાદો:કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન પર થશે સુનાવણી, પૂર્વ CM સામે યૌન શોષણ મામલે બિનજામીનપાત્ર વોરંટ


ગુરુવારે, ફાસ્ટ ટ્રેક કોર્ટે કર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો કેસમાં ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. તેમના પર સગીરાનું યૌન શોષણ કરવાનો આરોપ છે. વોરંટ જાહેર થયા બાદ તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન અને કેસ રદ કરવાની માંગણી કરતી અરજીઓ કરી હતી. આ અંગે આજે સુનાવણી હાથ ધરાશે. યેદિયુરપ્પાની ધરપકડ કરવામાં આવશે કે નહીં તે અંગે કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. ખરેખરમાં આ ઘટના 2 ફેબ્રુઆરી 2024ની છે. એક મહિલા તેની 17 વર્ષની પુત્રી સાથે રેપ કેસમાં મદદ લેવા યેદિયુરપ્પાના ડોલર્સ કોલોનીના ઘરે ગઈ હતી. આરોપ છે કે ત્યાં સગીરાની છેડતી કરવામાં આવી હતી. 14 માર્ચે, સગીરાની માતાની ફરિયાદના આધારે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO અને 354 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR નોંધાવનાર મહિલા (પીડિતાની માતા)નું 26 મેના રોજ અવસાન થયું હતું. તે ફેફસાના કેન્સરની દર્દી હતી. હવે પુત્ર કેસ લડી રહ્યો છે. કર્ણાટક ડીઆઈજીએ આ કેસ સીઆઈડીને સોંપ્યો હતો. બુધવારે સીઆઈડીએ તેમને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. જેના જવાબમાં તેમના વકીલે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. તેમણે કહ્યું કે તે 17 જૂને પૂછપરછમાં હાજર રહેશે, પરંતુ CID ફાસ્ટ ટ્રેક કોર્ટમાંથી વોરંટ જાહેર કર્યું. આરોપ- યુવતી મદદ માગવા ગઈ હતી, યેદીએ બળજબરી કરી
FIR મુજબ પીડિત સગીરા 2 ફેબ્રુઆરીએ તેની સામે થયેલા યૌન ઉત્પીડનના કેસમાં મદદ માગવા બેંગલુરુમાં ડોલર્સ કોલોનીમાં યેદિયુરપ્પાના ઘરે ગઈ હતી. ત્યારે તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિતા રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેણે તેની માતાને કથિત છેડતી વિશે જણાવ્યું. પીડિતાની માતાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. જોકે મામલો સામે આવ્યા બાદ યેદિયુરપ્પાની ઓફિસે કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે FIR દાખલ કરાવનાર મહિલાએ અત્યારસુધીમાં જુદા જુદા લોકો વિરુદ્ધ 53 કેસ દાખલ કર્યા છે. પીડિતાની માતાએ કહ્યું- યેદિએ ચૂપ રહેવા કહ્યું હતું
FIR અનુસાર, મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો કે જ્યારે તેણે યેદિયુરપ્પાને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે છોકરી પર બળાત્કાર થયો છે કે નહીં એની તપાસ કરી રહ્યા છે. બાદમાં યેદિયુરપ્પાએ કથિત રીતે માફી માગી હતી અને મહિલાને આ બાબત વિશે કોઈને ન કહેવા કહ્યું હતું. ભાજપે કહ્યું- આ બદલાની રાજનીતિ છે
કર્ણાટક ભાજપે તેને બદલાની રાજનીતિ ગણાવી છે. બીજેપી નેતા સીટી રવિએ કહ્યું કે બેંગલુરુમાં રાહુલ ગાંધીના માનહાનિના કેસ અંગે સુનાવણી ચાલી રહી છે. તેથી કોંગ્રેસ હવે ભાજપને કોર્ટમાં ઢસડી જવા માંગે છે. આ નફરત અને બદલાની રાજનીતિ છે. કર્ણાટક પોલીસ છેલ્લા 4 મહિનાથી કાર્યવાહી કેમ કરી રહી નથી​​​​​​? ગૃહમંત્રી જી પરમેશ્વરાએ પણ કહ્યું હતું કે આ કેસમાં કોઈ દમ નથી. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- રાહુલ ગાંધી આમાં સામેલ નથી
આ અંગે ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું- જ્યાં સુધી સત્ય ન જાણીએ ત્યાં સુધી અમે કંઈપણ જાહેર કરી શકતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે તેમાં પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે. આગળ જોઈએ રિપોર્ટ શું કહે છે. મને નથી લાગતું કે આમાં કોઈ રાજકીય એન્ગલ છે. અમે મહિલાને ઓળખતા નથી. તેણે પોલીસમાં જઈને ફરિયાદ કરી. પોલીસે તેને ના પાડી અને કેસ નોંધ્યો. ભાજપ ખોટું બોલી રહ્યું છે. તમામ તપાસ પ્રક્રિયા મુજબ થવી જોઈએ. યેદિયુરપ્પા દિલ્હીમાં છે. જો તેઓ જલ્દી આવે તો સારું. રાહુલ ગાંધી આમાં સામેલ નથી. ભાજપ માત્ર એક કહાની ઘડી રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી. યેદિએ કહ્યું- મેં જ કમિશનરને મહિલાની મદદ કરવા કહ્યું હતું, તે મારી વિરુદ્ધ બોલવા લાગી
પોતાના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર યેદિયુરપ્પાએ કહ્યું હતું - 'થોડા દિવસો પહેલાં એક મહિલા મારા ઘરે આવી હતી અને રડી રહી હતી અને કહી રહી હતી કે કોઈ સમસ્યા છે. મેં તેને પૂછ્યું કે મામલો શું છે અને મેં જાતે પોલીસને બોલાવી, કમિશનરને આ બાબતની જાણ કરી અને તેમને મદદ કરવા કહ્યું. બાદમાં મહિલા મારા વિરુદ્ધ બોલવા લાગી. યેદિએ કહ્યું- 'હું આ મામલો પોલીસ કમિશનર પાસે લઈ ગયો છું. ગઈકાલે પોલીસે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જોઈએ આગળ શું થાય છે. હું એમ ન કહી શકું કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે. મેં પીડિતાને પૈસા આપી મદદ કરી હતી. FIRનો સમય શંકાસ્પદ છે, કારણ કે એ ચૂંટણી પહેલાં જ બન્યો છે." બીએસ યેદિયુરપ્પા ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
બીએસ યેદિયુરપ્પાએ 2007માં સાત દિવસ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ તેમણે 2008થી 2011 સુધી, મે 2018માં ત્રણ દિવસ અને પછી જુલાઈ 2019થી જુલાઈ 2021 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે અઠવાડિયાના ડ્રામા અને અનિશ્ચિતતા પછી 2021માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું હતું કે કર્ણાટકના લોકોનો તેમની સરકાર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.​​​​​​​ રાજ્ય કોંગ્રેસ સરકારે કહ્યું- મામલો સંવેદનશીલ છે આ સમાચાર પણ વાંચો... બંગાળના ગવર્નર સામે જાતીય સતામણીનો બીજો કેસ, ક્લાસિકલ ડાન્સરે કહ્યું- દિલ્હીની હોટલમાં બોસે તેનું શોષણ કર્યું; પૂર્વ સ્ટાફે પણ આક્ષેપો કર્યા છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ સામે યૌન શોષણનો વધુ એક મામલો સામે આવ્યો છે. તેના પર દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં ઓડિસી ક્લાસિકલ ડાન્સર દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યા છે. ઓક્ટોબર 2023માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.