વડોદરા: અગ્નિશમન દળ માટે ખરીદી કરવામાં આવેલા વાહનો સાધનો મેન્ટેનન્સના અભાવે ભંગાર હાલતમાં, કોંગ્રેસનો હોબાળો - At This Time

વડોદરા: અગ્નિશમન દળ માટે ખરીદી કરવામાં આવેલા વાહનો સાધનો મેન્ટેનન્સના અભાવે ભંગાર હાલતમાં, કોંગ્રેસનો હોબાળો


વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા શહેરના જાણી વિસ્તારમાં ટીપી 13 ખાતે આવેલા ફાયર સ્ટેશન ખાતે ગુજરાત સરકારની મદદ થી ખરીદી કરવામાં આવેલી અગ્નિસમનદળ માટેના સાધનો તેમ જ એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડી રહ્યા છે જે અંગે આજે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરે સ્થળ પર જઈ હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.વડોદરા શહેર ના ફાયર સ્ટેશન મા કરોડો ના મશીનો સડી ગયા છે તેમજ ભંગાર થઈ ગયેલા હોય કોર્પોરશન ને કરોડો નુ આર્થિક નુકશાન કરાવનાર તંત્ર સામે આજે કોંગ્રેસ ના વોર્ડ નં 1 કોર્પોરેટરો ત્રણ કોર્પોરેટરે ટીપી 13 ફાયર સ્ટેશન ની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ કરોડો રૂપિયાની કિંમતના વાહનો અને સાધનો મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં પડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કોર્પોરેશનના તંત્ર ની પોલ ખોલી હોબાળો મચાવ્યો હતો. એક શબવાહીની માત્ર એક ટાયર બદલવા ના લીધે એક વરસ થી ધુળ ખાય રહી હોવાનું પણ જણાઈ આવ્યું હતું.એટલું જ નહીં ચોમાસામાં પૂર દરમિયાન લોકોની બચાવ કામગીરી માટે કરોડો રુપીયાના ખર્ચે બોટ ખરીદવામાં આવી હતી તેમાંથી કેટલીક બોટ તો સડી ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે આગ બુજાવવા માટે ની મોટી મોટી પાઇપો અને ટાયરો નો જથ્થો ભંગાર હાલતમાં પડ્યો છે.આ અંગે આજે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરે સ્થળ પર પહોંચી જઈ કોર્પોરેશન ના તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સરકારની સહાયથી કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવેલા અગ્નિસમનદળના સાધનો અને વાહનો ભંગાર હાલતમાં થઈ ગયા છે. જેથી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે તે સામે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.