જસદણ ના કાળાસર ગામે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના વરદ હસ્તે પેટા આરોગ્ય કેન્દ્ર નું ખાત મુર્હુત કરવામાં આવ્યું.
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
ગામડા ગામમા પણ આરોગ્ય લક્ષી તમામ સારવાર મેડિકલ ચેકપ, પ્રાથમિક સારવાર, ટીબી, ડાયાબિટીસ, બીપી જેવા અનેક રોગો ની દવા ઘર આંગણે મળી રહે અને સ્વસ્થ જીવન ઉત્તમ સ્વાસ્થ્ય થી ગામડું પ્રગતિશીલ બને એવા ઉમદા હેતુ થી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને ખાત મુર્હુત આયોજિત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી ની વિશેષ ઉપસ્થિતી રહી હતી. અને તેમના વક્તવ્ય મા સરકાર ની કામગીરી ને બિરદાવી હતી. અને કહ્યું હતું કે આરોગ્ય મંદિર નું ખાતમુર્હુત બાવળીયા સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે લોકાર્પણ પણ બાવળીયા સાહેબ ના વરદ હસ્તે વહેલી તકે લોકો ની આરોગ્ય સેવા મા ખુલ્લું મુકવામાં આવશે. એવું નવ નિયુક્ત પ્રમુખએ ગામલોકો ને જણાવ્યું હતું. આ તકે, ગામના તમામ આગેવાનો, ગ્રામજનો અને ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.