શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધોરણ ૧ થી ૮ ના ૫૫ બાળકોને જીવન શિક્ષણ તાલીમ અપાઈ - At This Time

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધોરણ ૧ થી ૮ ના ૫૫ બાળકોને જીવન શિક્ષણ તાલીમ અપાઈ


શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધોરણ ૧ થી ૮ ના ૫૫ બાળકોને જીવન શિક્ષણ તાલીમ અપાઈ

ભાવનગર શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર ના શિક્ષક શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા તારીખ ૨૮ . શનિવારે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધોરણ ૧ થી ૮ ના ૫૫ બાળકોને જીવન શિક્ષણ તાલીમ આપવામાં આવી. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોને ગીત, અભિનય ..સમુહ રમત,હસ્ત ઉદ્યોગ ની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.
ઉષાબેન રાઠોડ તેમજ મેઘાબેન, સંજનાબેન, ભૂમિબેન ના સહકારથી યોજેલ એક દિવસીય તાલીમમાં અંધ ઉદ્યોગ શાળાના તમામ શિક્ષકો પણ જોડાયા હતા. આ પ્રસંગે સંસ્થાના મંત્રી લાભુભાઈ સોનવલે દ્વારા પ્રજ્ઞા ચક્ષુ બાળકો ના વિકાસ માં તે વધુ યોગદાન અપેક્ષિત રખાયું હતું......

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.