કરિયાણા ના પૈસા માંગતા ક્રોધવેશમાં આવતાં પતિ એ પત્નિ ને મારા માર્યો - At This Time

કરિયાણા ના પૈસા માંગતા ક્રોધવેશમાં આવતાં પતિ એ પત્નિ ને મારા માર્યો


જસદણમાં રહેતી પરિણિતાએ પતિ પાસે ઘરમાં ભરવાના કરિયાણાના રૂપિયા માંગતા પતિનો પિત્તો ગયો હતો અને પત્નીને ધોકા વડે માર માર્યો હતો આથી મામૂલી બાબતે શરૂ થયેલો ગૃહ કંકાસ આગળ વધીને પોલીસ મથકે પહોંચ્યો હતો. જેના આધારે પોલીસે ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી ભારતીબેન (ઉ.વ.27) (રહે- ગાંડી વોકળી, જસદણ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારા ઘરે હતી. ત્યારે બપોરના 1 વાગ્યાની આસપાસ મેં મારા પતિ સોમાભાઈ દિલીપભાઈ ઉઘરેજીયાને બપોરની રસોઈ બનાવવા માટે કરીયાણી લેવા, રૂપિયા માંગતા મારા પતિએ એકદમ ઉશ્કેરાઈને મને અપશબ્દો કહેવા લાગ્યા હતા અને ક્રોધાવેશમાં મને માવતરના ઘરે જતી રહેવાનું કહી દીધું હતું, આટલું ઓછું હોય તેમ બાદમાં લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા. મારા સાસુ ચંપાબેન તથા મારા દિયર કુલદીપભાઈ ત્યાં દોડી આવ્યા હતા અને મને બચાવી હતી. બાદ મને મુંઢમારનો દુખાવો થતાં જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.