રાજકોટ કોટડાસાંગાણી ખાતે “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” પૌષ્ટિક વાનગી નિદર્શન યોજાયું. - At This Time

રાજકોટ કોટડાસાંગાણી ખાતે “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” પૌષ્ટિક વાનગી નિદર્શન યોજાયું.


રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૪ ના રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આજરોજ "મહિલા અને બાળ આરોગ્ય દિવસ" અંતર્ગત કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે આઇ.સી.ડી.એસ. કચેરી દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત દીકરીઓને દીકરી વધામણા કીટ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી વર્કર બહેનોને સન્માનપત્ર, શ્રેષ્ઠ વાનગી બનાવનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખએ જણાવ્યું હતું કે, નારીના અનેક રૂપ હોય છે અને તે દરેક રૂપમા પોતાનો કિરદાર બખૂબી નિભાવે છે. માતા, બહેન, દીકરી, પત્ની આમ બધા જ સંબંધ એક સાથે નિભાવવાની શક્તિ એક નારી મા જ છે. આ કાર્યક્રમમા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડી.એચ.ઈ.ડબલ્યુ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.