શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં બાળમેળા અને લાઈફસ્કીલ મેળાની ઉજવણી કરવામાં આવી
(ચેતન ચૌહાણ દ્વારા બોટાદ)
શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં તારીખ : ૨૭-૦૭-૨૦૨૪ ના રોજ ધોરણ ૧ થી ૫ ના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. બાળમેળા માટે ધોરણ ૧ થી ૫ ના તમામ બાળકો ઉત્સાહ અને આનંદ સાથે ગોઠવાય ગયા.સૌપ્રથમ બાળમેળા વિશે પ્રાર્થનામાં બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ તમામ બાળકોને ભેગા કરી જુથ બનાવી બેસાડવામાં આવ્યા. આ બાળમેળામાં બાળવાર્તા,બાળવાર્તા આધરિત નાટક, માટીકામ, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એકમિનટ, પઝલસ, હાસ્ય દરબાર, ગીત-સંગીત-અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી. શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં તા: ૦૩-૦૮-૨૦૨૪ ના રોજ ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે લાઈફસ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. લાઈફ સ્કીલ બાળમેળા માટે ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો ઉત્સાહ અને આનંદ સાથે ગોઠવાય ગયા. ફ્યુઝ બાંધવો,સ્ક્રુ લગાવવો, કુકર બંધ કરવું, ખીલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુસાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી. શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધીનો સ્ટોલ, મેટ્રીકમેલા અંતગત આવતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે આનંદમેળા, વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ ઉંચાઈ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ.ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃતિઓ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.