સગા ભાઈ-બહેનને સરકારી નોકરીના નકલી ઓર્ડર આપી 3 લાખની ઠગાઈ
ઉપલેટા પંથકના શખ્સે ગર્લફ્રેન્ડની મદદથી નર્સ અને તેના ભાઈને ફસાવ્યા
ગઠિયાએ મનપા અને જેટકોમાં નોકરી આપવાની લાલચ આપી’તી
લાલપુરના દ્વારકાધીશ પાર્કની વતની અને રાજકોટમાં રહી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી અપાવી દેવાની તથા તેના ભાઇને જેટકોમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉપેલટા પંથકના શખ્સે રૂ.3,08,100 રૂપિયા પડાવ્યા હતા, એટલું જ નહીં આ ગઠિયાએ યુવતી અને તેના ભાઇને નોકરીના નકલી ઓર્ડર અને તાલીમના નકલી ઓર્ડર પણ આપ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
