જુના જસાપર પ્રાથમિક શાળા નાં દંપતી ની જિલ્લા ફેર બદલી થતાં શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં 27 વર્ષ સુધી નોકરી કરતાં દંપતી ને તેનાં વતનમાં બદલી થતાં તેમનું વિદાય સંમારભ યોજાયો હતો - At This Time

જુના જસાપર પ્રાથમિક શાળા નાં દંપતી ની જિલ્લા ફેર બદલી થતાં શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં 27 વર્ષ સુધી નોકરી કરતાં દંપતી ને તેનાં વતનમાં બદલી થતાં તેમનું વિદાય સંમારભ યોજાયો હતો


(કરસન બામટા દ્વાર)
જુના જસાપર પ્રાથમિક શાળામાં જિલ્લા ફેર બદલી થતાં પટેલ દિનેશકુમાર પરસોતમભાઈ અને પટેલ દક્ષાબેન નાનાભાઈ નો વિદાય સમારંભ વાજતે ગાજતે યોજવામાં આવ્યો હતો આ બંને દંપતિએ જુના જસાપર પ્રાથમિક શાળામાં 27 વર્ષ પૂર્ણ કર્યા આ દંપતીના વિદાય કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને જસદણ તાલુકામાંથી ટીપી ઈઓ બીઆરસી શિક્ષક સંઘના મિત્રો આજુબાજુની પ્રાથમિક શાળાઓમાંથી આવેલ આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો એ હાજરી આપેલ હતી આ 27 વર્ષની અંદર દિનેશભાઈ અને દક્ષાબેન દ્વારા કરવામાં આવેલી કામગીરી ને બી.આર.સી અને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આ વિદાયનું આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું , વિદાય વેળાએ ગામના વડીલો પણ ભાવુક થઈ ગયેલ હતા...આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી કોમલબેન ગોસાઈ અને આસિસ્ટન્ટ શિક્ષક શ્રી હરેશભાઈ પાડલીયા એ કર્યું હતું. જીવાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય રમેશભાઈ સાવલિયા અને બીઆરસી સાહેબ શ્રી રવિદાન ભાઈ એ વક્તવ્ય આપ્યું હતું...શાળાના વિદ્યાર્થીઓ , ગામ લોકો , અને શિક્ષક મિત્રો દ્વારા ભેટો આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગમા ઢોલ નગારા, શાળામાં રંગોળી અને ઘોડા પર બેસાડીને ફટાકડા ફોડીને વિદાય આપવામાં આવી હતી, વિધાર્થી તેમજ વાલી ઓ પણ ભાવુક થયાં હતાં દંપતી ને ફુલડે વધાવી ને વિદાય આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image