આઈ સી.ડી.એસ જસદણ ઘટકમા આંગણવાડી વર્કર બહેનોની ઇન્ક્લુસિવ તાલીમ યોજાઈ
(રિપોર્ટ વિજય ચૌહાણ)
Icds જસદણ ઘટકના આંગણવાડી વર્કર બહેનોને જિલ્લા તેમજ ઘટક કક્ષાના માસ્ટર ટ્રેનરો દ્વારા ઇન્ક્લુસિવ તાલીમ આપવામાં આવેલ. જેમાં આ તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનોને દિવ્યાંગ બાળકોની સાર સંભાળ, જાતિગત સમાનતા ઉપરાંત પૂર્ણા યોજનામાં કિશોરીઓને શિક્ષણ વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જસદણ બાળ વિકાસ યોજના અધિકારી લાડાણી શોભનાબેને તાલીમ દરમિયાન ફાયર સેફટી લાઈવ ડેમો દ્વારા બહેનોને સમજાવેલ અને સાયબર અવરનેશ સેશન નું પણ આયોજન કરવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનરો રાજકોટના પૂર્ણા કંન્સલ્ટન્ટ માલતીબેન બી. મુલિયા, રાજકોટ ગ્રામ્યના સુપરવાઇઝર ચાંદની જે હરસેણા, ગોંડલ તાલુકાના સુપરવાઇઝર પીન્ટુબેન દવે, રાજકોટ ગ્રામ્યના pse પ્રિયંકાબેન તેમજ લોધિકા તાલુકાના pse-વર્ષાબેન દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમન અંગે આઈ સી.ડી.એસ વિભાગના તમામ સ્ટાફ તેમજ pse -વાઘાણી રમાબેન એ તેમની યાદમાં જણાવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.