વિરમગામ ખાતે હોમગાડૅ સભ્યો દ્વારા હોમગાડૅ સ્થાપના દિવસ રેલીનું આયોજન કરવામાં આવ્યું
૬ ડીસેમ્બર હોમગાડૅ સ્થાપના દિવસ હોઈ વિરમગામ રૂરલ તેમજ વિરમગામ તાલુકા હોમગાર્ડ યુનિટ બન્ને યુનિટ સાથે મળીને હોમગાડૅ સ્થાપના દિવસની ઉજવણી કરેલ જેમાં ટાવર ચોકથી વિરમગામ ટાઉન P.I કે.એસ.દવે સાહેબશ્રી દ્રારા રેલીને લીલી ઝંડી આપીને રેલી પ્રસ્થાન કરાવેલ હતી કોઠારી બાગ ચોકીએ પાસે ટ્રાફિક નિયમન બાબતે બાઈક સવારને હેલ્મેટ પહેરવા ગુલાબનું ફુલ આપી સમજણ આપેલ ત્યારબાદ ડી.સી.એમ કોલેજમાં નિવૃત્ત હોમગાડૅ સભ્યોને,રમતવિરોને તેમજ દળમાં સારી કામગીરી કરેલ સભ્યોને સન્માન પત્ર આપીને તેમને તેમજ તેમની ફરજને બિરદાવેલ.વિરમગામ તાલુકા હોમગાર્ડ યુનિટના એન.સી.ઓશ્રી પ્રવિણભાઈ.એસ.ચાવડા તેમજ ગજેન્દ્રભાઈ.કે.મકવાણાનાઓને સન્માન પત્ર આપેલ . વિરમગામ તાલુકા હોમગાર્ડ યુનિટમાં તેમજ હાસંલપુર સબ યુનિટમાં આમ બન્ને યુનિટની સોંપવામાં આવેલ કામગીરી પોતાની ફરજ વફાદારી અને નિષ્ઠાપૂર્વક બજાવતા શ્રી દિનેશભાઈ એન.પરમાર જેઓને પણ સન્માન પત્ર આપી બિરદાવેલ આ કાયૅક્રમમાં વિરમગામ ઓફીસર ઇન્ચાર્જ લક્ષ્મણભાઇ ધુમડા, , પ્રવિણભાઇ ચાવડા, હષૅદભાઈ મકવાણા, ગજેન્દ્રભાઈ મકવાણા, રતિલાલભાઈ ડી પરમાર, આશિષભાઈ ભલગામડીયા, પંકજભાઈ ઝીંઝુવાડીયા તેમજ હાસંલપુર યુનિટ ઓફીસર ઇન્ચાર્જ સુનિલભાઈ રાવલ, પરેડ ઈન્સટ્કટર દિનેશભાઈ એન પરમાર અને એન.સી.ઓ બળદેવભાઈ તેમજ વિરમગામ અને હાસંલપુર હોમગાડૅ સબયુનિટના સભ્યોએ હાજરી આપી હતી અને ૬ ડીસેમ્બર ડૉ બાબા સાહેબ આંબેડકરજીનો ૬૮,મો પરિનિર્વાણ દિવસ હોઈ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરેલ.
7984814751
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.