વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર સુવર્ણ શિખર નું અનાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું
વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર સુવર્ણ શિખર નું અનાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું
આમ જોવા જઈએ તો ઔતિહાસિક પૌરાણિક નગરી વડનગર હાટકેશ્વર મહાદેવ પટાંગણમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ શાળા સુવર્ણ શિખર નું અનાવરણ લેશર શો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી જેવા કે આધ્યાત્મિક ચેતના ની ઉર્જા ઉતરી આવતી હોય તેવા ભુપેન્દ્ર પટેલ ના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં ૧૨ મહિના પહેલા થી આ સુવર્ણ શિખર ની તૈયારી કરવા આવી 1 કિલો 4 ગ્રામ નું સોના શિખર બનાવવા મા આવ્યું . અને આજે ઔતિહાસિક નગરી હાટકેશ્વર મહાદેવ ના મંદિર ના શિખર ને સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું હતું વડનગર ના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્ર જાપ વૈદિક શ્લોકો અને શાસ્ત્રો નું વિધી કરી ને હાટકેશ્વર નું સુવર્ણ શિખર ખુલ્લું મુકવામાં આવ્યું હતું . હાટકેશ્વર મહાદેવ માં પટાંગણમાં દેવત્વ ની વૈશ્વિક ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું છે. આ પ્રસંગે વડનગર ના હાટકેશ્વર મહાદેવના સંસ્થા પ્રમુખ નિખિલ ભાઈ વ્યાસા, તથા અરવિંદભાઈ પટેલ રોહિત ભાઈ પટેલ , વડનગર નગર ના પ્રતિષ્ઠીત મહાનુભાવો, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા બેન શાહ નગરસેવકો, જીલ્લા ના અધિકારી ઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું હતું અને જેને દાન આપ્યું હતું તેને સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
