**તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે તાલુકાના ટીબી ચેમ્પિયનને તાલીમ આપવામાં આવી** - At This Time

**તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે તાલુકાના ટીબી ચેમ્પિયનને તાલીમ આપવામાં આવી**


*તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે તાલુકાના ટીબી ચેમ્પિયનને તાલીમ આપવામાં આવી*
૦૦૦
*ટીબી ચેમ્પિયન દ્વારા સમાજમા ટીબી જાગૃતિ માટેનો સંદેશો પહોચાડવા માટેનુ અભિયાન*
૦૦૦
દાહોદ : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટે ટીબીથી સાજા થયેલ દર્દીઓને તાલીમ આપવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીબી રોગથી સંપૂર્ણ સ્વસ્થ થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયનની તાલીમ આપવામા આવી હતી. સમુદાયમાં પોતાના અનુભવ રજૂ કરીને જન-જાગૃતતા લાવવા માટે મહત્વની કડી બને તે હેતુથી તાલીમ યોજવામા આવી હતી.

તાલુકાના ટીબીથી સાજા થયેલ દર્દીઓ એવા ગરાડુ ગામના ટીબી ચેમ્પિયન અને સામાજિક કાર્યકરશ્રી બાબુભાઇ કલારાએ પોતે ટીબી ચેમ્પિયન છે અને તેમને પોતાનો અનુભવ બધાને જણાવીને કહ્યુ હતુ કે, સમાજ આજે અંધશ્રદ્ધાથી પીડિત છે અને વ્યસનની લતના કારણે ખૂબ જ નુકશાન થાય છે. મે ૬ મહિના વ્યવસ્થિત દવા શરૂઆતમાં લીધી નહોતી. જેના લીધે મારે ૨ વર્ષ સુધી ટીબીની દવા ખાવી પડી. મારા જેવી ભૂલ બીજા ન કરે તેના માટે હું દરેક જગ્યાએ ટીબીનો કોર્ષ પુર્ણ કરવા માટે જરૂરથી જણાવું છું. સમાજનો દરેક વર્ગ જે કંઈ પણ થાય તે માટે નજીકના સરકારી દવાખાને જાય એવુ તેઓએ જણાવ્યુ હતુ.

આ ટીબી ચેમ્પિયનની તાલીમ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. તુષાર ભાભોર, જિલ્લા SBCC કો.ઓડીનેટર દિપકભાઈ પંચાલ, તાલુકા આરોગ્ય સુપરવાઈઝર સંગાડા સુક્રમભાઈ, તાલુકા ટીબી સુપરવાઈઝર સતીષભાઇ ગરાસીયા, સંદીપભાઈ બારીયા અને તાલુકા લેવલનો હેલ્થ સ્ટાફ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.