બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડથી સરકારી હાઈસ્કૂલ સુધી આ પદયાત્રા યોજાઈ, જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા - At This Time

બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડથી સરકારી હાઈસ્કૂલ સુધી આ પદયાત્રા યોજાઈ, જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા


(અસરફ જાંગડ દ્વારા)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર 'વિકાસ સપ્તાહ' તરીકે રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. આ વિકાસ યાત્રામાં જિલ્લાવાસીઓ પણ ઉત્સાહ સાથે સહભાગી બની રહ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ ખાતે “વિકાસ પદયાત્રા”નું આયોજન કરાયું હતું. બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડથી સરકારી હાઈસ્કૂલ સુધી આ પદયાત્રા યોજાઈ હતી.વિકાસ સપ્તાહ પદયાત્રાની શરૂઆત ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના ‘રતન’ એવા રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળીને તેમના સદગતના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થનાથી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.