*સ્વચ્છતા હી સેવા* *સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાણીના સ્ત્રોતોની સફાઈ* - At This Time

*સ્વચ્છતા હી સેવા* *સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાણીના સ્ત્રોતોની સફાઈ*


*સ્વચ્છતા હી સેવા*
*સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાણીના સ્ત્રોતોની સફાઈ*
*****
જિલ્લામાં જનજનના સહકાર અને સહયોગથી સ્વચ્છતા અભિયાન લોક આંદોલન બની રહ્યું છે
****
રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે ૨૧ ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની રહ્યું છે. સાબરકાંઠાના આદિજાતી વિસ્તાર પોશીના તાલુકાના અંતરીયાળ મતરવાડા ગામએ પાણીના સ્ત્રોત એવા તળાવની આસપાસ ગ્રામ જનો દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી. અંતે સ્વચ્છતા શપથ લઇ ગામમા સ્વચ્છતા જાળવવાની અપીલ કરી ‘મારુ ગામ સ્વચ્છ ગામ’ની ભાવના ગ્રામજનો કેળવી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image