જસદણ તાલુકાના ભાડલા ગામની ખેતીની જમીનની ખરીદી અંગે ગામ નમુના નંબર છ હકક પત્રકના નોંધનો પ્રમાણિતનો મંજૂરીનો હુકમ કરતી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ
આ કેસની ખરી હકીકત ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલ ખેડ ખાતા નંબર - ૩૮૮, રેવન્યુ સર્વે નંબર ૪૧૧ પૈકી ૧૮ ની ખેતીની જમીન હે.આરે.ચો.મી. ૧ - ૨૧ - ૪૧ ના માલિક ગોબરભાઇ એન.વાઘેલા પાસેથી મિહિરભાઈ આર. શુકલએ ખેતીની જમીન ખરીદી કરેલ આમ ખેતીની જમીનની ખરીદી કરનાર મિહિરભાઈ આર. શુક્લ દ્વારા પ્રથમ રજીસ્ટર સાટાખતનો લેખ કરવામાં આવેલ અને ત્યારબાદ થોડા દિવસો પછી કાયદેસરની સ્ટેમપ્ ડ્યુટી ભરી ખેતીની જમીનનો વેચાણ રજીસ્ટર દસ્તાવેજ કરવામાં આવેલ. આમ જમીન ખરીદનાર મિહિરભાઈ શુક્લ દ્વારા નક્કી થયા મુજબની અવેજની રકમની ચુકવણી ગોબરભાઇ અને. વાઘેલાને આપવામાં આવેલ અને ગોબરભાઈ એન.વાઘેલા દ્વારા ખેતીની જમીનનો કબજો જમીન ખરીદનારને સોંપવામાં આવેલ અને જમીન ખરીદનાર મિહિરભાઈ આર.શુક્લ દ્વારા ગામ નમુના નંબર છ હકક પત્રક નોંધ ૬૫૪૬ ની નોંધ દાખલ કરેલ ત્યારે ખેતીની જમીનના માલિક ગોબરભાઈ એન.વાઘેલાના પુત્ર અને વાંધેદાર બાબુભાઈ જી. વાઘેલા દ્વારા નોંધ સામે વાંધા અરજી આપવામાં આવેલ આમ આ કેસ જસદણના નાયબ કલેકટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં કેસ ચાલેલ. આમ જમીન ખરીદનાર એવા સામાવાળા મિહિરભાઈ આર. શુક્લના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટમાં આધાર પુરાવાઓ રજૂ રાખી સાચી અને સત્ય હકીકત નામદાર કોર્ટ સમક્ષ મૂકેલ અને ધારદાર દલીલો કરવામાં આવેલ આમ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવેલ અને બંને પક્ષકારોના આધાર પુરાવાઓ તેમજ લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધેલ અને નામદાર કોર્ટ દ્વારા વાંધેદારની અરજી રિજેક્ટ કરવામાં આવેલ અને જમીન ખરીદનારની હકક પત્રકે દાખલ થયેલ નોંધ નંબર ૬૫૪૬ ને પ્રમાણિત કરવાનો હુકમ કરવામાં આવેલ આમ જમીન ખરીદનાર મિહિરભાઈ આર. શુક્લના એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજભાઈ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, નિર્મલભાઇ વ્યાસ, મોહમદ હનીફ કટારીયા અને ફોરમબેન હિરપરા રોકાયેલા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.