ભાજપની અપેક્ષિત કરતા ઓછી બેઠકો આવવાનું ઠીકરુ હિંદુઓનાં માથે ફોડનારા અંધ ભગતો ને અર્પણ “હિંદુઓ કોની સાથે રહ્યા ?”
ભાજપની અપેક્ષિત કરતા ઓછી બેઠકો આવવાનું ઠીકરુ હિંદુઓનાં માથે ફોડનારા અંધ ભગતો ને અર્પણ
"હિંદુઓ કોની સાથે રહ્યા ?"
દેશના તમામ રાજકીય પક્ષોમાં ભાજપને સૌથી વધુ ૨૪૦ બેઠક મળી. જયારે કોંગ્રેસને બીજા નંબરે ૯૯ બેઠક મળી. એટલે કે ભાજપથી ૧૪૧ બેઠક ઓછી !
તો કહો હિંદુ કોની સાથે રહ્યા ?
ચૂંટણીઓ પેહલા બે ગઠબંધન રચાયા એક એનડીએ અને બીજુ ગઠબંધન ઇન્ડીયા. એનડીએ ને સ્પષ્ટ બહુમતી સાથે ૨૯૨ બેઠક મળી જયારે ઈંડીયા ગઠબંધનને ૨૩૪ મળી.
તો કહો હિન્દુ કોની સાથે રહ્યા ?
ભાજપે પક્ષ તરીકે એકલાએ જેટલી બેઠકો (240) મેળવી છે ને તેટલી બેઠકો સોનીયા ગાંધી, શરદ પવાર, ઉધ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, લાલુ, મમતા, સ્ટાલિન, કેજરીવાલ, હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, મેહબૂબા મુફ્તી અને સામ્યવાદીઓએ (CPI - CPM) બધા ભેગા થઇને પણ મેળવી શકયા નથી. તેમના ઈંડીયા ગઠબંધનને ૨૩૪ મળી ! જયારે એકલા ભાજપ પક્ષને 240 બેઠક મળી.
તો કહો હિંદુ કોની સાથે છે ?
ભાજપને મધ્યપ્રદેશમાં ૨૯ માંથી ૨૯, ગુજરાતમાં ૨૬ માંથી ૨૫, ઓડીસામાં ૨૧ માંથી ૧૮, છત્તીસગઢમાં ૧૧ માંથી ૧૦, દિલ્હીમાં ૭ માંથી ૭, ઉત્તરાખંડમાં ૫ માંથી ૫, હિમાચલમાં ૪ માંથી ૪, અરુણાચલમાં ૨ માંથી ૨, ત્રિપુરામાં ૨ માંથી ૨. આમ 9 રાજયોમાંથી આઠ રાજયોમાં ૧૦૦% સીટો અને એક રાજયમાં ૯૦% સીટો હિંદુઓએ આપી. જયારે એની સામે ઈંડીયા ગઠબંધનનાં કોઈ પણ પક્ષને એક પણ રાજયમાં આવી બેઠકો હિંદુઓએ આપી હોય તો જણાવો.
તો કહો હિંદુ કોની સાથે છે ?
મોદીજીના મંત્રીમંડળના ૨૭ માંથી ૨૨ મંત્રીઓ ફરી લાખો મતોથી ચૂંટાયા.
તો કહો હિંદુ કોની સાથે છે ?
ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયુ અને ૬ બેઠકો પર ક્ષત્રિય પરિણામો ફેરવી શકે તેમ હોવા છતાં ૨૬ માંથી ૨૫ બેઠક ભાજપને મળી અને તે પણ બે પાંચ સાત લાખના લીડ થી.
તો કહો હિંદુ કોની સાથે છે ?
આપણને એટલુ યાદ રેહવું જોઈએ કે* છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં અને વર્ષોથી ગુજરાત જેવા અનેક રાજયો અને મહાનગર પાલિકાઓમાં ખોબે ખોબે મત આપી ભાજપને સત્તા પર બેસાડનાર હિન્દુઓ જ છે. માટે મહેરબાની કરી અત્યારે જે બેઠકો ઓછી મળી તેનું ઠીકરું હિંદુઓ પર ન ફોડો.આ ચૂંટણીઓમાં જયા કયાં પણ બેઠકો ઓછી મળી છે તેનું કારણ હિંદુઓ નહી પણ ભાજપનું આંતરિક રાજકારણ, આંતરિક ખેંચતાણ, મનફાવે તેમ ટિકિટોની ફાળવણી કરી પ્રજા અને કાર્યકરો પર ઉમેદવારોને ઠોકી બેસાડવાની નીતિ, ભાજપના સ્થાનિક પ્રશાસન પ્રત્યે લોકોની નારાજગી તેમજ વિપક્ષોનું એક થઈ લડવુ જેવા અનેક કારણો જવાબદાર છે. નહી કે હિંદુઓ. સમજો કે કાલે જો અપેક્ષિત બેઠકો આવત તો તેનો જશ શું હિંદુઓને આપતા ? ના. ત્યારે તો ચાણક્યનો શિરપાવ (જશ) લેવા માટે ગામેગામ પડાપડી થતી.
માટે સીટો ઓછી આવી છે એનું મનોમંથન-આત્મચિંતન ભાજપને કરવા દો. હારનુ ઠીકરુ સીધુ હિંદુઓ પર ન ફોડો.
હિન્દુનો સંપ અને તેમની ધાર્મિક ભાવનાઓને સીધી રીતે કચડવાનો આ આડકતરો પ્રયાસ ચાલી રહ્યો છે. માટે કોઈપણ વાતે, કોઈનાં પણ કહેવામાં આવ્યાં વગર શાંત મનથી જીવો અને હિન્દુત્વને છાજે એવા ઉત્તમ પરિણામો ઉપર કામ કરવાનું વિચારો._ભારત માતાની જય સનાતન ધર્મની જય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.