આજરોજ મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા ભાવનગર ડીઆરએમ ને રજૂઆત કરાય.પરંતુ રેલવેના ઉચ્ચ અધિકારી દ્વારાપ્રતિનિધિઓને નિરાશા મળી - At This Time

આજરોજ મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા ભાવનગર ડીઆરએમ ને રજૂઆત કરાય.પરંતુ રેલવેના ઉચ્ચ અધિકારી દ્વારાપ્રતિનિધિઓને નિરાશા મળી


આજરોજ મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા ભાવનગર ડીઆરએમ ને રજૂઆત કરાયઆજરોજ મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા અમરેલી શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો રેલવે પ્રધાન મંડળ ભાવનગર ખાતે ડી આર એમ સાહેબને અમરેલી મિશન બ્રોડગેજ દ્વારા સહી ઝુંબેશ ના કાર્યક્રમ અનુસંધાને જે અમરેલીની જનતાની બ્રોડગેજ માંગણી માટેની સહીઓ કરાયેલ હતી એ સહીઓની ઓરીજનલ કોપી તેમજ એક અરજી સાથે ફાઈલ કરી રજૂઆત કરવા ગયેલ.. જેમાં દિવાળીમાં તહેવારોમાં માત્ર ચાર દિવસ બાકી હોવા છતાં જનતાના લોકો બ્રોડગેજની ચિંતા કરીને 3:30 કલાકની મુસાફરી કરી ભાવનગર ખાતે ગયેલા ડીઆરએમ સાહેબને મળવા પરંતુ ડી આર એમ સાહેબ એ પૂરતો સમય ન આપતા માત્ર ઉભા ઉભા બે જ મિનિટ વાત કરી અને પૂરતી રજૂઆત પણ સાંભળી નહીં અને અમરેલી મિશન બ્રોડગેજ ના પ્રતિનિધિઓને નિરાશ કર્યા હતા. જે લોકો પોતાનો દિવાળીના તહેવાર હોવા છતાં સમય આપી અને ગયેલા હોવા છતાં પણ પૂરતો સમય આપેલ ન હતો.
અને અમરેલીના સાંસદે જાહેર કરેલ ખીજડીયા થી અમરેલી રૂટ મંજૂર થઈ ગયેલ છે એવી વાત પૂછતા ડી.આર.એમ.એ કહેલ કે એવી કોઈ મંજૂરી આવી નથી અને હજી આ બાબતનું શું સ્ટેટસ છે એ પણ કંઈ ખબર નથી અને પૂરતા જવાબ આપેલ નહીં અને ખીજડીયા અમરેલી બ્રોડગેજ બાબતેની કોઈપણ મંજૂરી આવેલ નથી એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
એટલે આજે આટલા આટલા વર્ષોથી બ્રોડગેજ અને વિકાસથી વંચિત અમરેલીની જનતા હેરાન થઈ હોવા છતાં પણ અને અમરેલીમાં ગત ચૂંટણીમાં પણ બ્રોડગેજ આવી જશે એવી જાહેરાત કરી અને ચૂંટણી લડેલા આપણા સાંસદ આજ સુધી બ્રોડગેજ લાવી શક્યા નથી અને દેશમાં અને ગુજરાતમાં પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી છેલ્લા નવ વર્ષથી એક જ પક્ષની સરકાર હોવા છતાં આજ સુધી અમરેલી શહેર બ્રોડગેજ થી વંચિત હોવાથી અમરેલી નો વિકાસ થયો નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી અને જનતાની સરકારના ક્લાસ વન અધિકારીઓ પણ જનતાના પ્રતિનિધિઓને આવા જવાબ આપે છે.
આજરોજ મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા ભાવનગર ડીઆરએમ ને રજૂઆત કરવા માટે અમરેલી થી વિપુલભાઈ ભટ્ટી ભાર્ગવભાઈ મહેતા રાજેશભાઈ ગાંધી દીપકભાઈ મહેતા મહમદ અલી બારુની ખીમચંદભાઈ ચાંદરાણી પંકજભાઈ રાજ્યગુરુ વી કે ચાવડા ભાવનગર ખાતે સહી ઝુંબેશના ઓરીજનલ કાગળો ના 130 પેજ તેમજ અરજીના કાગળ સાથે કુલ 135 પેજમાં ફાઈલ બનાવી અને રજૂઆત કરવા ગયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.