વર્ધમાન સોસાયટીમાં 22 વર્ષીય પરિણીતાનું ચોથા માળેથી પટકાતા મોત: આપઘાતની શંકા
એસઆરપી કેમ્પની સામે વર્ધમાન સોસાયટીમાં ક્રિષ્નમ હાઈટસમાં રહેતી 22 વર્ષીય પરિણીતા ચોથા માળેથી પટકાતા ઘટનાસ્થળે જ તેણીનું મોત નિપજયુ હતું. બનાવથી શ્રમીક પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવની જાણ થતા યુનિ. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આપઘાતની શંકાએ તપાસ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ એસઆરપી કેમ્પની સામે આવેલ વર્ધમાન સોસાયટી પ્રભુ હાઈટસની બાજુમાં ક્રિષ્નમ હાઈટસમાં રહેતી સંગીતા બેબીપ્રસાદ જોલટ (ઉ.22) ગઈકાલે રાત્રે પોતાના ચોથામાળે આવેલ ફલેટ પર હતી ત્યારે ત્યાંથી કોઈ કારણોસર નીચે પટકાતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. બનાવની જાણ થતા દોડી આવેલ તેણીના પતિએ 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે પરણીતાને તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકના પીએસઆઈ એન.જે.મસાકપુત્રા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક અને તેના પતિ મુળ બિહારના વતની છે અને તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયેલ છે. તેણીનો પતિ મજુરીકામ કરે છે.
ગઈરાત્રે તેણીનો પતિ ઘરે મચ્છી આપી બહાર ગયો બાદ ઘટના ઘટી હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યુ હતું. બનાવ આકસ્મીક બન્યો કે આપઘાત છે તે અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. બનાવથી શ્રમીક પરિવારમાં કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.