રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી.


રાજકોટ શહેર તા.૧/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. વરસાદી ઋતુ બાદ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જન સમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ-સફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૪/૧૦/૨૨ થી તા.૩૦/૧૦/૨૨) અન્ય રોગચાળાની કેસની વિગત આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૮,૫૧૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૦૭૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.