રોજગાર મુદ્દે દિલ્હી જઈ રહેલા યુવાનોની ધરપકડ, વરૂણ ગાંધીએ લોકશાહીના મૂલ્યો સામે ઉઠાવ્યા સવાલ - At This Time

રોજગાર મુદ્દે દિલ્હી જઈ રહેલા યુવાનોની ધરપકડ, વરૂણ ગાંધીએ લોકશાહીના મૂલ્યો સામે ઉઠાવ્યા સવાલ


- ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ નિયુક્તિ પત્ર ન મળવાના કારણે પ્રદર્શન કરી રહેલા યુવાનો નાગપુરથી 41મા દિવસે ચાલીને આગ્રા પહોંચ્યા હતાલખનૌ, તા. 16 જુલાઈ 2022, શનિવારઅર્ધ લશ્કરી દળોમાં નિયુક્તિની માગણી સાથે નાગપુરથી દિલ્હી સુધીની પદયાત્રા કરી રહેલા યુવાનોને આગ્રા પોલીસે આગળ જતા અટકાવ્યા છે. આજ રોજ તેઓ હાથમાં તિરંગો લઈને દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ત્યાં પહોંચી ગઈ હતી અને તેમને પકડીને અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. નાગપુરથી ચાલીને દિલ્હી જઈ રહેલા 200થી વધારે યુવકો અને યુવતીઓ 41મા દિવસે આગ્રા પહોંચ્યા હતા. તેઓ અર્ધ સૈન્ય બળમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ નિયુક્તિ પત્ર ન મળવાના કારણે સતત પ્રદર્શનો કરી રહ્યા હતા અને હવે પોતાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તેમણે સૌએ 2018ના વર્ષમાં જીડી ક્વોલિફાઈ કર્યું હતું. વરૂણ ગાંધીના સરકાર સામે સવાલઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પ્રદર્શનકારી યુવાનોની ધરપકડ મામલે ફરી એક વખત પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે રોજગારી માટે નાગપુરથી દિલ્હી જઈ રહેલા યુવાનોની ધરપકડ મુદ્દે સરકારના લોકશાહી મૂલ્યો સામે સવાલ કર્યા છે.  વરૂણ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'નાગપુરથી દિલ્હી, હાથમાં તિરંગો. આ દેશના યુવાનો છે, અધિકાર માગી રહ્યા છે. 2018થી સંઘર્ષરત આ યુવાનોમાંથી અનેકે આત્મહત્યા કરી લીધી છે, હવે આમની ધરપકડ કરવામાં આવી રહી છે. આપણા લોકશાહી મૂલ્યો ક્યાં છે? આપણે આપણાં જ યુવાનો સાથે આટલું નિષ્ઠુર વર્તન કઈ રીતે કરી શકીએ?'BSFના જવાનોની સમસ્યા અંગે ટ્વિટસાંસદ વરૂણ ગાંધીએ અગાઉ પણ સીમા સુરક્ષા બળ (BSF)ના જવાનોની સમસ્યા અંગે ટ્વિટ કરી હતી. તેમણે સમાચાર પત્રમાં છપાયેલા એક રિપોર્ટનો હવાલો આપીને લખ્યું હતું કે, બીએસએફમાં 20થી 22 હજાર પદ ખાલી, 20 વર્ષોમાં પ્રમોશન. સાથે જ લખ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 1,205 જવાનોનો ભોગ લેવાયો છતાં પણ આપણો દેશ મહાન. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.