જ્ઞાનવાપી કેસ: મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનુ અવસાન
નવી દિલ્હી, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારજ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનુ રવિવારે અવસાન થઈ ગયુ. તેમણે મકબૂલ આલમ રોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જ્ઞાનવાપીમાં સર્વે દરમિયાન અભય નાથ યાદવે કોર્ટ કમિશ્નરની ભૂમિકા પર પ્રશ્ન ઉભા કરવા સાથે જ બેઝમેન્ટનો વીડિયો વાયરલ થવા પર પણ વાંધો વ્યક્ત કરતા કોર્ટ પાસે તપાસની માગ કરી હતી. રાખી સિંહ સહિત અન્યની અરજી પર સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં અભયનાથ યાદવ મુસ્લિમ પક્ષના વકીલ હતા. શરૂઆતથી જ તેમણે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીનો પક્ષ મૂક્યો. તેમણે કમિશનની કાર્યવાહીનો રિપોર્ટ લીક થવા મુદ્દે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. રવિવારે હાર્ટ એટેક આવવાથી પરિવારજનો તેમને મકબૂલ આલમ રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ. વકીલ મદનમોહન યાદવે આની પુષ્ટિ કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.