બોટાદ પીજીવીસીએલ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ઉર્જા બચત તેમજ વીજ સલામતીની સમજણ આપતો સેમીનાર યોજાયો - At This Time

બોટાદ પીજીવીસીએલ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ઉર્જા બચત તેમજ વીજ સલામતીની સમજણ આપતો સેમીનાર યોજાયો


વીજ બચત એ આપણી રાષ્ટ્રીય ફરજ છે. તેમજ વીજળીથી સલામત કઈ રીતે રહેવું તે પણ આપણા માટે તેટલું જ જરૂરી છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બોટાદ સર્કલ દ્વારા આ અંગેની તમામ જાણકારી આપતો એક સેમીનાર બોટાદની શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ ગઢડાની વી. આર. પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો સેમીનારમાં બાળકોને વીજ સલામતી તેમજ વીજ બચત અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. જેમાં પોત-પોતાના ઘરે વીજ કનેક્શનમાં ઈ એલ.સી.બી લગાવવા, સૌર ઉર્જા વિશે સમજણ તેમજ ઘરે સોલાર રૂફટોપ લગાવવા તેમજ હાલની ચોમાસાની સિઝનમાં બાળકોને વીજ અકસ્માત ન નડે તે માટે શું શું પગલાં લેવા જોઈએ તે અંગેની સમજણ પણ આપવામાં આવી હતી.
બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર કે.ડી. નીનામા દ્વારા વીજ બચત કરવા તેમજ હાલની ચોમાસાની ઋતુ દરમિયાન વીજ સલામતી અંગે તકેદારી રાખવા બોટાદની જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર કે ડી. નિનામા દ્વારા શાળાના તમામ બાળકોને શુભેચ્છા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.