માળીયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો ચાલુ કરાવવા માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
કેનાલો સમયસર શરૂ થાય તો આગોતરું વાવેતર કરી શકાય: ધારાસભ્ય
હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રમુખ તાલુકા ભારતીય જનતા પાર્ટી, હળવદની મને મળેલ રજૂઆત આ સાથે સામેલ છે જે અન્વયે હળવદ તાલુકો ખેતી આધારીત છે. હાલમાં ખેડૂતોને કપાસના પાકનું સમયસર વાવેતર કરવા માટે પાણીની તાતી જરૂરિયાત છે. જો ખેડૂતોને કેનાલ આધારીત સમયસર પાણી મળે તો ખેડૂતોના પાકને બચાવી શકાય અને ખેડૂતોને આર્થિક નુકશાન ન ભોગવવુ પડે તે માટે માળીયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધીમાં ચાલુ કરાવવા રજૂઆત કરેલ છે. વધુમાં માળીયા કેનાલ આ વર્ષે રીપેરીંગના કામ અર્થે સદંતર વહેલા બંધ કરેલ હતી. જેના લીધે આ કેનાલમાં આવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતો ઉનાળાના પાકથી વંચિત રહેલ છે. જે ધ્યાને લઈ આ કેનાલો સમયસર અત્યારે ચાલુ કરવામાં આવે તો ચોમાસા પાકનું આગોતરુ વાવેતર કરી ખેડૂતો તેના ઉનાળાના પાકને થયેલ નુકશાનને સરભર કરી શકે. ખેડૂતો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સદર રજૂઆત ધ્યાને લઈ માળીયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધીમાં ચાલુ કરાવવા જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.