જામનગર: જૈન સમાજના ધાર્મિક સ્થળમાં ઘુસેલા લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા - At This Time

જામનગર: જૈન સમાજના ધાર્મિક સ્થળમાં ઘુસેલા લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા


- જૈન સમાજના ધાર્મિક સ્થળમાં લુખ્ખા તત્વોનો હંગામો: મહારાજ શ્રીની સામગ્રીની તોડફોડના કૃત્યથી જૈન સમાજ ખફા- ધાર્મિક સ્થળની બહારની પડેલા વાહનોમાં તોડફોડ: એસ.પી. સહિતનો કાફલો દોડતો થયો: લુખ્ખા તત્વોને પકડવા ચો-તરફ નાકાબંધીજામનગર તા 2 જુલાઈ 2022,શનિવારજામનગર શહેરમાં આજે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો, અને વહેલી સવારે આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા જૈન સમાજના એક ધાર્મિક સ્થળમાં કેટલાક લુખ્ખા તત્વોએ ઘૂસી જઇ આતંક મચાવ્યો હતો. અંદર સેવા પૂજા માં હાજર રહેલા મહારાજ શ્રી તેમજ અન્ય ભાવિકો સાથે અઘટિત વર્તન કર્યા પછી મહારાજ શ્રી પાણીના માટલા સહિતની સામગ્રીમાં તોડફોડ કરી નાખી હતી. ત્યારબાદ બહાર પાર્ક કરેલી ત્રણ કાર સહિતના વાહનોમાં પણ તોડફોડ કરી ને લુખ્ખા ભાગી છુટ્યા હતા, જે સમગ્ર મામલાને લઈને જામનગર નો જૈન સમાજ ખફા બન્યો હતો. દરમ્યાન જિલ્લા પોલીસવાળા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને લુખ્ખા તત્વો સામે ગુનો નોંધી તેઓને પકડવા માટે ચો તરફ નાકાબંધી કરી છે.જામનગર શહેરમાં અને ખાસ કરીને જૈન સમાજમાં ભારે કચવાટ ઉભો કરનારા આ ચકચારી બનાવની વિગતે એવી છે કે જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા શાંતિ ભવન જૈન દેરાસરમાં વહેલી સવારે છ વાગ્યાના અરસામાં અંદાજે ચારથી પાંચ જેટલા લુખ્ખા તત્વો ઘૂસી આવ્યા હતા, અને જૈન દેરાસરમાં હાજર રહેલા મહારાજ શ્રી હર્ષિલસુરીશ્વરજી મહારાજ સાથે તેમજ અન્ય પૂજારી અને ભાવિકો સાથે અઘટિત વર્તન કર્યું હતું.એટલું જ માત્ર નહીં મહારાજશ્રીના માટલા તથા અન્ય સામગ્રી વગેરેમાં તોડફોડ કરી નાખી હતી. જ્યારે કેટલાક આભૂષણ સહિતની વસ્તુ પણ પોતાના સાથી લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જે લુખ્ખા તત્વોએ ધાર્મિક સ્થળમાં હંગામો મચાવ્યા પછી ધાર્મિક સ્થળની બહાર પાર્ક કરવામાં આવેલી ત્રણ કાર સહિતના વાહનોમાં પણ તોડફોડ કરી હતી, અને ભાગી છૂટ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડી તફડીનો માહોલ સર્જાયો હતો. જૈન સમાજના અગ્રણીઓ તુરતજ જૈન દેરાસરમાં દોડી આવ્યા હતા, અને સમગ્ર જૈન સમાજ આ બનાવને લઈને ખફા થયો હતો.જે અંગે પોલીસ તંત્રને પણ જાણ થવાથી સૌપ્રથમ સીટી એ. ડિવિઝનના પી.આઈ. એમ.જે. જલું તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારબાદ જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખૂદ સ્થળ પર પહોંચ્યા હતા. જામનગરના ડીવાયએસપી ઝાલા સહિતની પોલીસ ટુકડીએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, અને લુખ્ખા તત્વોને શોધી કાઢવા માટે ચોતરફ નાકાબંધી કરી દેવામાં આવી છે.આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, અને જૈન સમાજના અગ્રણી કૌશિકભાઇ ઝવેરી કે જેઓ જૈન સમાજ વતી જાતે ફરિયાદી બન્યા છે, અને સિટી એ. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.- જૈન સમાજના ધાર્મિક સ્થળમાં ઘુસેલા લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયાજામનગરના જૈન સમાજના એક ધાર્મિક સ્થળમાં આજે સવારે કેટલાક લુખ્ખા તત્વોએ ઘૂસી જઇ હંગામા મચાવ્યો હતો, અને તોડફોડ કરી હતી. ત્યાર પછી ભાગી છૂટ્યા હતા. જે બનાવને લઈને જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.દરમિયાન ધાર્મિક સ્થળમાં ઘૂસી આવેલા લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. પોલીસ તંત્ર દ્વારા ધાર્મિક સ્થળમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી લીધા છે. જેમાં ચારેક જેટલા શખ્સો કેદ થયા છે. જેના ફૂટેજ ના આધારે તેઓને શોધવા માટેની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ધાર્મિક સ્થળ ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવી લેવાયા છે, અને તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.