કારખાનામાં બેસવા બાબતે ભાભી-દિયર વચ્ચે જામી પડી’ને મામલો પોલીસ મથકે પહોંચ્યો - At This Time

કારખાનામાં બેસવા બાબતે ભાભી-દિયર વચ્ચે જામી પડી’ને મામલો પોલીસ મથકે પહોંચ્યો


જંકશન પ્લોટમાં કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ જમટમલ ભંભાણી(ઉ.વ.44)એ ફરિયાદમાં મહેકબેન લલિતબબાઈ ભંભાણી(રહે.રૈયાધાર,પ્રમુખસ્વામી ઓડીટોરિયમ)વિરુદ્ધ 448 કલમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગોંડલ રોડ પાસપોર્ટ ઓફીસની પાછળ ઉધોગનગર કોલોની ચોકમા ભંભાણી કાસ્ટીંગ ફાઉન્ટી નામનુ બીડ કાસ્ટીંગનું કારખાનું ભાગીદારીમાં ચલાવીએ છીએ.આ કારખાનાના ભાગીદાર તરીકે મારા પિતા જમટમલ જેઠાનંદ ભંભાણી, કાકા દીપકભાઇ જેઠાનંદ ભંભાણી, કૌટુંબીક કાકા મુરલીધર જેસારામ ભંભાણી અને ભત્રીજો યશ નરેશભાઇ ભંભાણી ચારેય ભાગીદારીમાં ચલાવીએ છીએ અને મારા પિતા જમટમલની ઉંમર થઇ ગયેલ છે. જેથી કારખાને મારા પિતાની જગ્યાએ હું કારખાનું ચલાવવા માટે બેસુ છુ.
આજરોજ તા.02/02 ના રોજ સવારથી હું તથા મારા પિતા જમટમલ ભંભાણી બન્ને હાજર હતા ત્યારે બપોરના મારા કાકા હુકુમતરાય જેઠાનંદ ભંભાણીના દીકરા લલીત ભંભાણીના પત્ની મહેકબેન અમારા કારખાને આવેલ અને અમારી ઓફીસમા આવીને બેઠેલ હતા અને મે તેમને કહેલ કે તમે શું કામથી અહીયા આવેલ છો?તેમ જણાવતા તેઓએ મને કહ્યું કે હું આ કારખાનામા બેસવા માટે આવેલ છુ.જેથી મેં તેમને કહેલ કે તમે એક મહીલા છો અને અમારે કારખાનામાં કામ કરવાનું હોવાથી અમને ડીસ્ટર્બ થાય છે.તમે જતા રહો તેમ જણાવતા આ મહેકબેને મને કહેલ કે હું જવાની નથી તમારે ફરીયાદ કરવી હોય તો કરો હું તો બેસવાની જ છે.
આ મહેકબેનને તેના પતિ લલીત સાથે વાંધો પડતા તે અલગ રહે છે અને મહેકબેનના સાસુ સાવિત્રીબેન અગાઉ અમારી આ ભંભાણી કાસ્ટીંગ ફાઉન્ટ્રી નામના કારખાનાના ભાગીદાર હતા પરંતુ તેઓ તા.01/04/2020 ની સાલથી ભાગીદારીમાંથી છુટા થઇ ગયેલ છે.જે અંગેનુ ભાગીદારી ડીડ છે જે હુ રજુ કરુ છુ.આમ આ મહેકબેને અમારા કારખાના સાથે કંઇ લેવાદેવા ન હોવા છતા અમારા કારખાનાની ઓફીસમા આવીને બેસી ગયા હોય અને જતા ન હોય જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.