વાગડના નદી, ડેમ, તળાવોમાં નવા નીર આવ્યા : રવેચી મંદિરનું તળાવ વધાવાયું - At This Time

વાગડના નદી, ડેમ, તળાવોમાં નવા નીર આવ્યા : રવેચી મંદિરનું તળાવ વધાવાયું


ભુજ, રવિવાર'કહેવત છે કે વરસે તો વાગડ ભલો' એમ સતત બીજા દિવસે રવિવારે પણ ભચાઉ તેમજ રાપર તાલુકામાં સચરાચર વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાગડના નદી, ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. ઐતિહાસિક રવેચી મંદિરનું તળાવ ઓવરફલો થતા વાગડવાસીઓ હરખાયા છે. લાકડા ડેમ પણ ઓવરફલો થવાની તૈયારીમાં છે.અષાઢ માસના પ્રારંભે જ કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવાનું ચાલુ કરી દીધુ હતુ. અડાધા અષાઢ માસમાં જ કચ્છમાં મોસમનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો હતો. પશ્વિમ કચ્છમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જો કે, તેની સરખામણીએ પૂર્વ કચ્છમાં ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા બે દિવસાથી કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે બે દિવસાથી રાપર અને ભચાઉમાં વરસાદ વરસી રહ્યો છે. વાવણીલાયક વરસાદના પગલે ખેડૂતો અને પશુપાલકોના હૈયા પુલકિત છે. વાગડ વિસ્તારમાં બે દિવસમાં જ મેઘરાજાએ ૭થી ૮ ઈંચ વરસાદ વરસાવી દીધો છે. જેના પગલે અનેક નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવવાની સાથે જ ઓવરફલો થયા છે.વાગડવાસીઓ પણ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા ત્યારે છેલ્લા બે દિવસાથી પડી રહેલા વરસાદને લીધે રવેચી મંદિરનું તળાવ ઓવરફલો થયો છે. વાગડ વિસ્તારમાં બે દિવસમાં સાતાથી આઠ ઈંચ વરસાદના પગલે નદીઓ વહેવા લાગી છે. રાપરના મોટા ભાગના ગામોમાં બેાથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે, રાપર તાલુકાના મોટી રવ, રવેચી મંદિર, જેસડા, સુદાણામાં બાર કલાકમાં અંદાજીત આઠ ઈંચ વરસાદાથી રવેચી માતાજીના મંદિરનું તળાવ ઓવરફલો થઈ ગયુ છે. આજે મંદિરના મહંત ગંગાગીરી બાપુ, આગેવાનો અને ગ્રામજનોએ સાથે મળીને શાસ્ત્રોકત વિધાથી તળાવને  વાધાવ્યુ હતુ. રવેચી મંદિર અને મોટી રવ ગામ વચ્ચેના કોઝ વે માં જોશભેર પાણી વહી નિકળ્યા હતા. લાકડાવાંઢ સિંચાઈનું ડેમ ઓવરફલો થયો છે. રામવાવનું કાગનોરા ડેમ અને ગામ તળાવ પણ ઓવફલો થયા છે તો સુવઈ ડેમમાં નવ ફુટ પાણીની આવક થવા પામી હતી. રાપર તાલુકાના અનેક નાના મોટા ડેમોમાં પાણીની આવક થઈ છે. અનેક  ચેકડેમો છલકાયા છે પરિણામે વાગડ વિસ્તારમાં મેઘરાજાએ હરખની હેલી ઉભી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.