વડોદરા: શ્રીજીની આગમન યાત્રામાં મોડી રાત સુધી ડીજે વગાડવા મુદ્દે બે ડી.જે. સંચાલકની અટકાયત - At This Time

વડોદરા: શ્રીજીની આગમન યાત્રામાં મોડી રાત સુધી ડીજે વગાડવા મુદ્દે બે ડી.જે. સંચાલકની અટકાયત


વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારજુબેલીબાગ અને ચિત્તેખાન ગલીના શ્રીજીની આગમનયાત્રા નીકળી હતી 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોય તે અગાઉ મોટાભાગના ગણેશ મંડળો દ્વારા અગાઉથી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. અને જોરશોર થી વાજતે ગાજતે શ્રીજીની આગમનયાત્રાઓ નીકળી રહી છે. ત્યારે શ્રીજી યાત્રા દરમિયાન મોડી રાત સુધી ડીજે સિસ્ટમ વગાડવા બદલ પોલીસે બે ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુબેલીબાગ વિસ્તારના શ્રી બાળ યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા 24 ઓગસ્ટના રોજ  પ્રતાપનગર થી શારદા ટોકીઝની ગલી સુધી નીકળી હતી. લાઉડ સ્પીકરની પરવાનગી 10 વાગ્યા સુધીની હતી. પરંતુ લાઉડ સ્પીકર ની જગ્યાએ ડીજે સાથે શ્રીજીનું આગમન યાત્રા યોજવામાં આવી હતી. તેમજ આગમન યાત્રાના સમયે રાતના દોઢ વાગ્યા સુધી ડીજે સિસ્ટમ વગાડી હતી .જેથી રાવપુરા પોલીસે ડીજે સંચાલક રીસી ગુરુપ્રીતસિંહ વાલીયા (રહે- આશિષ પાર્ક સોસાયટી, હરણી રોડ) વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોધી અટકાયત કરી હતી. તેવી જ રીતે ગેંડીગેટ રોડ ચિત્તેખાન ગલીના શ્રીજીની કાલુપુરા સુધરાઈથી આગમન યાત્રા નીકળી હતી. લાઉડ સ્પીકરની પરવાનગીમાં ડીજે વગાડ્યું હતું. જેની પરવાનગી રાત્રિના 10 વાગ્યાની હોવા છતાં બે વાગ્યા સુધી ડીજે સિસ્ટમ વગાડી હતી. જેથી વાડી પોલીસે ડીજે સંચાલક પ્રકાશભાઈ ગણેશભાઈ રાજપુત ( રહે-  સલ્મ કવોટર્સ કિશનવાડી ,આજવા રોડ)ની જાહેરનામાં ભંગ બદલ અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.